શ્રાવણ માસ દરમિયાન જુગારની બદી અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી હોય ત્યારે જુગારની બદી ને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ હોઈ ત્યારે હળવદ પોલીસ દ્વારા હળવદના મહાવીર પાર્કમાં રહેણાક મકાનમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી જુગાર રમતા છો શકુની મામા પકડી પાડવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ મથક ના પી.આઈ એમ વી પટેલ ના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હોય કે હળવદના મહાવીર પાર્કમાં રહેતા આરોપી મહિપાલભાઈ જગુભા ધાંધલ ના રહેણાંક મકાનમાં અમુક ઇસમો જુગાર રમતા હોય પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પોલીસને હકીકત વાળી જગ્યા પરથી જુગાર રમતા/રમાડતા આરોપી
(૧) મહિપાલભાઈ જગુભા ધાંધલ
(૨) કૌશિકભાઈ પ્રવીણભાઈ ગૌસ્વામી
(૩) પંકજભાઈ જગદીશભાઈ જોષી
(૪) યાગ્નિક ભાઈ વાસુદેવભાઈ ગોપાણી
(૫) નવઘણભાઈ કાનજીભાઈ ચાવડા
(૬) શામજીભાઈ મેણંદભાઈ રાઠોડ
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમની પાસેથી રોકડ રકમ 57,300/- મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા 15000/- મળી કુલ 72,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પો.ઈન્સ.શ્રી એમ વી પટેલ
પો.હેડ.કોન્સ.કિશોરભાઈ સોનગામા પો કોન્સ દેવેન્દ્રસિંહ ઝાલા પોલીસ કોન્સ કિરીટભાઈ જાદવ તેજપાલ સિંહ ઝાલાગંભીરસિંહ ચૌહાણ બીપીનભાઈ પરમાર કમલેશભાઈ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ