Crime

ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરના નામે ચાલી રહેલા ગેરકાયદેસર ધંધાઓ પર પોલીસે મોટું પગલું ભર્યું છે. શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ઇવા સુરભી કોમ્પ્લેક્ષમાં એક સાથે ત્રણ અલગ-અલગ સ્પા સેન્ટરો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરમાં ચાલતા આ પ્રકારના કૂટણખાનાઓની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

ઇવા સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલ અવેڑا, ઓશિયન અને આઇકોનિક નામના સ્પા સેન્ટરોમાં પોલીસની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. રેઇડ દરમિયાન પોલીસે દેહવ્યાપારમાં સંકળાયેલ આશરે દસ જેટલી યુવતીઓને મુક્ત કરાવી હતી. આ દરમિયાન ત્રણેય સ્પા સેન્ટરોના મેનેજરોને પોલીસે ઝડપી લીધા છે અને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં રાખ્યા છે.

આ રેઇડમાં નીલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ સહિતના અધિકારીઓ જોડાયા હતા. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ લોકો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. શહેરમાં આવા સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા સામે પોલીસે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 41

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *