શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વીઆઇપી લોકો પણ આવતા હોય છે ત્યારે શુક્રવારે બપોરે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ ડો.મોન્ટુ પટેલ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં તેમને માતાજીના દર્શન કર્યાં હતા ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.અંબિકેશ્વર મહાદેવ ખાતે તેમને ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતુ.
:- 75 બાદ પ્રથમ ગુજરાતી પ્રમુખ :-
ડો.મોન્ટુ પટેલ ની વાત કરવામાં આવે તો તેઓ માં અંબાના પરમ ભક્ત છે અને વર્ષમા કેટલીય વાર માતાજીના દર્શન કરવા માટે આવે છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા મા પ્રથમ વાર માત્ર 31 વર્ષની ઉંમરે તેમની વરણી દેશના પ્રમુખ તરીકે કરાઈ છે. તે ગુજરાત માટે ગૌરવની બાબત છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા 27 લાખ કરતા વધુ નુ રજીસ્ટ્રેશન ધરાવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી