અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નિર્દેશન હેઠળ, ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સમગ્ર વિશ્વમાં આયોજિત થનારી મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના કંટ્રોલ રૂમનું ૦૫મી ઓગસ્ટના રોજ સુરતના મજુરા ગેટ સ્થિત ITC બિલ્ડીંગ ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અભત્યુપના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ ડાગાની અધ્યક્ષતામાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ હેઠળ ભારતના ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ૫૦ દેશોમાં ૨૦૦૦ થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવશે.રક્તદાનના આ અભિયાનમાં દેશ-વિદેશના ૧૦૦૦થી વધુ NGO સહભાગી બનશે અને એક લાખથી વધુ સ્વયંસેવકો અને રક્તદાન કેમ્પમાં ૨૫૦૦૦ થી વધુ તબીબો તેમની સેવાઓ આપશે.
૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાંઇવ નું આયોજન….
સુરત અખિલ ભારતીય તેરપંથ યુવક પરિષદ દ્વારા વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાંઇવ નું આયોજન….
૧૭ સપ્ટેમ્બર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ના
રોજ આયોજન કરવામાં આવશે….
ભારતના ૨૮ રજ્યો સાહતી ૫૦ થી વધુ દેશોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાંઇવ નું આયોજન કરવામાં આવશે….
આ આયોજન માં ૧ હજાર થી વધુ શહેરોમાં કરવામાં આવશે….
આ આયોજન માં ૨૫ હજાર થી વધુ ડોક્ટર રહેશે….
આ આયોજન માં ૧ હજાર વધુ NGOS રહેશે.
આ આયોજન માં ૧ લાખ થી વધુ વોલિયન્ટર રહેશે….