શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિઘ ભગવાનનાં મંદિરો આવેલા છે. હાલમાં શ્રાવણ માસ ચાલતો હોઈ અંબાજી થી 1.5 કિલોમીટર દુર આવેલા સોમેશ્વર મહાદેવ ખાતે સાંય પૂજા અને શણગાર ૐ નો કરવામાં આવ્યો હતો.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના સોમેશ્વર મહાદેવ ખાતે ભક્તો શિવપૂજા કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે કુંભારીયા વિસ્તારમા આવેલાં પ્રાચીન અને પૌરાણિક શિવ મંદીર સોમેશ્વર મહાદેવ નું પણ વિશેષ મહત્વ છે. સોમેશ્વર મહાદેવના મહારાજ દ્રારા રોજ સવારે અને સાંજે આરતી પુજા અર્ચના કરાય છે.આજે સાંજે અંબાજી 51 શક્તિપીઠ ના મહારાજ દ્વારા ૐ નો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં બીલીપત્ર અને ફૂલનો ઉપયોગ કરાયો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી