અમિત પટેલ અંબાજી
અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી આસપાસ માંગો ત્યારે દેશી વિદેશી દારૂ આસાનીથી મળી રહે છે અને અંબાજી પોલીસ પણ માત્ર નામ પુરતા દારૂના કેશ કરી સંતોષ માને છે
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર/ફ્રુટી નંગ-૨૮૬૮ કિ.રૂ.૨,૪૩,૭૪૨/- તથા ટાટા ૪૦૭ ટ્રક કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૫૩,૭૪૨/- સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા”
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી.દેસાઇ નાઓના માર્ગદર્શન અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,” રાજ્સ્થાન જાંબુડી તરફથી એક ૪૦૭ ટ્રકમાં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દાંટા તરફ જનાર છે.”
જે હકીકત આધારે પાંન્છા ગામ એસઆર પેટ્રોલ પંપની સામે વોચમાં હતા. દરમ્યાન ૪૦૭ ટ્રક નં. GJ.02.V.4350 નુ આવતા તેને રોકી લીધેલ જે ટ્રકમાં ચાલક જગદીશસારૂન સ/ઓ ચંદારામ જાટ (ચૌધરી) રહે.બીસારણીયા તા.ચૌહટન જીલ્લો.બાડમેર (રાજસ્થાન) વાળો હોય જેના કબ્જાના ટ્રકના કેબીનની પાછળ ગુપ્ત ખાનુ બનાવેલ હોય જે ખાનામાંથી ગે.કા અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી બોટલ/બીયર/ફ્રુટી નંગ-૨૮૬૮ કિ.રૂ.૨,૪૩,૭૪૨/- તથા ટાટા ૪૦૭ ટ્રક નં. GJ.02.V.4350 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૫૩,૭૪૨/- નો રાખી પોલીસ નાકાબંધી દરમ્યાન ડ્રાયવર આરોપી પકડાઇ જઇ તથા દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા પાયલોટીંગ કરનાર દીલીપ પ્રજાપતિ રહે.અંબાજી તથા દારૂનો જથ્થો લેનાર ઇકુડો રહે.કુવારસી તા.દાંતા વાળાઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓની વિગત:-
1. ASI રઘુવીરસિંહ રણજીતસિંહ
2. HC દીલીપસિંહ દલજીજી
૩. HC નિકુલસિંહ રણજીતસિંહ
4. PC જોરાવરસિંહ ચતુરસિંહ
5. PC ભરતસિંહ કલુજી
6. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
7. PC નિશાંત નાનચંદભાઇ
8. PC મહેશભાઇ (ટેકનીકલ મદદ)