શાળાનાં ડિઝિટલ કલાસ રૂમ અને કોમ્યુટર લેબની મુલાકાત લીધી
ભાવનગરનાં તળાજા તાલુકાના મણાર ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળામાં ડિઝિટલ બોર્ડનું લોકાર્પણ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આર. સી. મકવાણાના દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રી એ શાળાનાં ડિઝિટલ કલાસ રૂમ અને કોમ્યુટર લેબ ની મુલાકાત લીધી હતી અને શાળામાં તૈયાર થનાર લાઇબ્રેરીની પણ મુલાકાત લઈ કામગીરીથી પ્રભાવિત થયાં હતા. શાળાને ગામ લોકો તથા ટ્રસ્ટની મદદથી પ્રાપ્ત થયેલ ડિઝિટલ બોર્ડનું લોકાર્પણ કરી મંત્રીશ્રીએ હર ઘર ત્રિરંગાનો સંદેશ આપ્યો હતો
મંત્રીશ્રી એ શાળાનાં પૂર્વ શિક્ષક શ્રી કાંતિભાઈએ લાઇબ્રેરી બનાવવા માટે આપેલ સહયોગ થી તેમની કામગીરીને બિરદાવી હતી
આ તકે ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ વિધ્યાર્થીઓને કોમ્યુટર લેબ અને ડિજિટલ કલાસ નો ઉપયોગ કરીને ભવિષ્યનાં અધિકારી બનવા શુભેચ્છા પાઠવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, મણાર કન્યા પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.