Crime

સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ફાંસો ખાધો

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં એક દર્દીએ અગમ્ય કારણોસર વોર્ડમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત..

           સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોકટર કેતન નાયકે માહિતી આપતા જણાવ્યું હતું કે  આજે શનિવારે વહેલી સવારે ૫.૩૦ કલાકે  એફ ૨ વોર્ડમાં દાખલ ૨૬ વર્ષીય મયુર પટેલ સારવાર અર્થે ૧૧ ઓગસ્ટના રોજ બીમારીથી પીડાઈ રહ્યો હતો જેથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલ માંથી સુરત સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો જેથી તેને એફ ૨ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે વોર્ડના સોચાલયમાં જઇ ગળે ફાંસો ખાઈ લેતા જીવન ટૂંકાવ્યું હતું જેની માહિતી મળતા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી અને મૃત દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ફાંસો ખાધો

નવસારી જિલ્લાનો ૨૬ વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું

એફ ૨ વોર્ડમાં દર્દીએ સોચાલયમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો

વહેલી સવારે ૫:૩૦ વાગે બની ઘટના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *