શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના નિમિત્તે અંબાજી ખાતે વિવિધ શિવાલયોમાં તિરંગા ની પ્રતિકૃતિ જોવા મળી હતી.
અંબાજીના કુંભારિયા ખાતે આવેલા કુંભેશ્વર મહાદેવ ખાતે પણ ભગવાનનો સાયં શણગાર પણ તિરંગા ની પ્રતિકૃતિ સાથે બનાવવામાં આવ્યો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મંદિરમાં ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા.
અંબાજીના નીલકંઠ મહાદેવ મંદિરમાં, અંબાજી ગબ્બર પર આવેલા અખંડ જ્યોત પર પણ તિરંગાની માળા અને કુંભેશ્વર મહાદેવ ખાતે પણ તિરંગાની પ્રતિકૃતિ મહાદેવના મંદિરમાં જોવા મળી હતી સાથે મા અંબાના મંદિરમાં પણ જોવા મળી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી