ખૂબ સરસ નારા (સૂત્ર) સાથે કામ કરનાર વૈશ્વિક સંસ્થાના મોડાસા એકમ દ્વારા કોરોના કાળમાં સૌની સલામતી માટે જે પ્રકારનું અભિયાન ચલાવ્યું તે ખૂબ જ પ્રસંશનીય હતું. ટિફિન સેવા, સ્વચ્છતા અભિયાન અને એવા સમાજ – નગર ઉપયોગી કાર્યક્રમો દ્વારા હર હંમેશ કાર્યશીલ રહેનાર સંસ્થાના સદકાર્યોની નોંધ પ્રદેશ કક્ષાએ લેવાઈ. સંસ્થાના આગેવાન મો. તારીક બાંડીનું આજે મોડાસા ખાતે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબ દ્વારા ભવ્ય સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું…
મોહસીને આઝમ મિશન ની સેવાઓ સમગ્ર પંથક માં વખણાય રહી છે,મિશન ની સેવાઓ જે સમાજ ના છેવાડા ના વ્યક્તિ સુધી પોહચે છે જે ખરેખર પ્રસંશા ને પાત્ર છે, જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે મિશન નો રિલીફ ડિપાર્ટમેન્ટ જે તે વિસ્તાર માં રિલીફ કાર્યો કરે છે, આ મિશન ના સંસ્થાપક સૈયદ હસન અસકરી સાહેબ છે, સમગ્ર ભારત માં મિશન ની 143 શાખાઓ કાર્યરત છે,મિશન ની અશરફી ટિફિન સર્વિસ જે ભારત ના 15 શહેરો માં કાર્યરત છે જેના થકી સમાજ ના જરૂરતમંદ લોકો ને રોજ ખાવાનું પોહચાડવામાં આવે છે
જે ખૂબ જ પ્રસંશા ને પાત્ર છે મોહસીને આઝમ મીશન નામની સંસ્થા ઊભી કરવાનો માત્ર અને માત્ર હેતુ એ છે કે કોઈપણ ધર્મ કે નાતજાતના ભેદભાવ વિના જરૂર જણાય ત્યાં જરૂરતમંદ લોકો ની મદદ કરવી સમાજ માં શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા સમાજ અને દેશ ની સેવા કરવા યુવાનો ને પ્રોત્સાહન પૂરું પાડવું છે
સ્વતંત્રતા દિવસ ની પૂર્વસંધ્યાએ મોડાસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ માં મહમહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબ ના હસ્તે મિશન નું સન્માન કરવામાં આવતા સમગ્ર પંથક માં ખુશી ની લહેર નો આભાસ થયો હતો