રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ નો ભાવ દેશના તમામ યુવાનો ની રગ રગમાં દોડે એ માટેના પ્રયત્નો કરીશ- શ્રી કૃણાલ દીક્ષિત
તારીખ 15 ઓગસ્ટ 2022,દેશના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે 76માં સ્વાતંત્ર દિને વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના ગુજરાત પ્રદેશ એડિશનલ કો-કન્વીનર શ્રી કૃણાલ દીક્ષિત દ્વારા હિન્દ છોડો આંદોલન 1942 ની અંદર ભાગ લેનાર સ્વાતંત્ર સેનાની સ્વ. શ્રી હરિશ્ચંદ્ર દામોદર પાટીલ ના પરિવાર નું દહીંસર,મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને જઈ સન્માન કરવામાં આવ્યું .
તેમને રાષ્ટ્રધ્વજ અને વિશ્વ ગુજરાતી સમાજ યૂથ વિંગ ની સ્મૃતિ ભેંટ અર્પણ કરવામાં આવી.સ્વ.શ્રી હરિશ્ચંદ્ર દામોદર પાટીલ નો જન્મ 29 સપ્ટેમ્બર 1918ના રોજ બોરડી ગામે થયો હતો. ઈ.સ.1930 થી 1940 ના દશકમાં ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશના યુવાનોને સ્વતંત્રતતા ચળવળમાં સ્વયં જોડાવા આહ્વાન કરેલું ત્યારે શ્રી હરિશચંદ્ર પાટીલ દ્વારા તેઓના ગામ ના યુવાનો મા ક્રાંતિ લાવી 93 જેટલા યુવાનોને આ ચળવળમાં જોડ્યા હતા અને અંગ્રેજો ની ટેલીકોમ, રેલવે-રસ્તા ની વ્યવસ્થા તોડી પાડી હતી.
આ માટે અંગ્રેજ હુકુમત દ્વારા તેઓની ધરપકડ કરી કારાવાસની સજા કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ.1942 માં હિંદ છોડો આંદોલનમા સ્વ. શ્રી હરિશ્ચંદ્રજી અને તેમના ત્રણ ભાઈઓ આંદોલન ની અંદર ખૂબ જ અગ્રેસર રહ્યા હતા.
ત્યારબાદ અંગ્રેજો દ્વારા તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી.શ્રી હરિશ્ચંદ્રજી નો 88 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો હતો. શ્રી કૃણાલ દીક્ષિતે સ્વતંત્ર સેનાની ના પરિવાર સાથે બેસીને તેઓના સ્વાતંત્ર અભિયાન દરમિયાન ના અનુભવો અને જૂના સંસ્કરણો ને યાદ કર્યા હતા. સ્વાતંત્ર સેનાની ના રાષ્ટ્ર માટેના સમર્પણથી વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ પ્રોત્સાહિત થયો હતો.
પાટીલ પરિવારનું રાષ્ટ્ર માટેનું યોગદાન અતુલ્ય છે આવો જ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ નો ભાવ દેશના તમામ યુવાનો ની રગ રગમાં દોડે એ માટેના પ્રયત્નો કરવાની શ્રી કૃણાલ દીક્ષિતે ખાતરી આપી હતી. આ પ્રસંગે મુંબઈચા મહારાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ ના મહિલા અધ્યક્ષ શ્રીમતી શિલ્પા પટવા એ હાજર રહી ગૌરવની લાગણી અનુભવી હતી.