સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન સ્થાપના આજથી 15 વર્ષ પહેલાં માત્ર પાંચ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જે શરૂઆતથી દેશસેવા, સ્વદેશી અભિયાન, ગૌસેવા,માનવસેવા, પર્યાવરણને લગતા કાર્યો સાથે જોડાયેલ છે તેમજ વિવિધ સંસ્થાઓ સાથે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે ત્યારે છેલ્લા 8 વર્ષથી સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરે છે
તેમજ દેશ માટે બલિદાન આપનાર ક્રાંતિકારીઓના જન્મજયંતી તેમજ બલિદાન દિવસ વિશિષ્ટ રીતે ઉજવી શાળા, કોલેજ, તાલીમભવનોમાં વ્યસનમુક્તિ, શિક્ષણ પ્રત્યેની જાગૃતતા, રાષ્ટ્રપ્રેમ, આપણી નૈતિક ફરજોના મૂલ્યો વિગેરેના સેમિનારો લઈ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઘટાડી અમૂલ્ય સમયનું પાલન કરી ભારતીય સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવા માટે આજના યુવાઓને પ્રેરણા મળે તેવા હેતુથી કાર્યો કરે છે જેમાં દરેક સ્થાપના દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં તાલુકાની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરે છે
તે દરેકને ઇનામોથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે આજના ૧૫ માં સ્થાપના દીને ૨૨ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરી હતી. તેમજ શહેરના નગરશ્રેષ્ટિઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્થાપના દીને ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ (જેમાં 45 બોટલ) ,વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. તેમજ આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી તેમજ દેશના શહીદો માટે 2 મિનિટ મૌન પાળી કરવામાં આવી હતી.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર