શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત અંબાજી ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા.મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તેમને પુજા અર્ચના કરી હતી.શ્રાવણ માસ ચાલતો હોઈ અંબિકેશ્વર મહાદેવના તેમને દર્શન કર્યા હતા અને શિવપુજા કરી હતી.ગણપતી મંદિર,ભૈરવજી મંદિર અને માતાજીના ચલયંત્ર ના દર્શન કર્યા હતા ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના દર્શન કર્યા હતા.
અંબાજી મંદિર ખાતે અવારનવાર વિજય રૂપાણી માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે તેમને ગુજરાતની જનતાની સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. દાંતા તાલુકાના કુકડી ગામથી રામદેવરા જતા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે તેમને માટે વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું .કુકડી ગામના 4 લોકો ગઈકાલે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સમક્ષ જણાવ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને નહિ આપેતો નહિ લડુ ચૂંટણી
અંબાજી પ્રહલાદ પૂજારી