Latest

અંબાજી નજીક સુમસામ માર્ગ પર અકસ્માત, 1 આશાસ્પદ યુવાનનું મોત,14 જેટલા પશુઓના મોત

શક્તિપીઠ અંબાજી આસપાસ ના માર્ગો પર હાલમાં કેટલાક વાહનો માતેલા સાંઢની જેમ ચાલી રહ્યા છે. કેટલાક વાહનો તો ભારે ઓવરસ્પીડ મા ચાલી રહ્યા છે. આજે બપોર બાદ અંબાજી થી 4 કિલોમીટર દૂર આબુરોડ માર્ગ પર શીતળા માતાજીના ઘાટી પાસે એક ભારે માલવાહક ટ્રક અંબાજી થી પાવડર ભરીને આબુરોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા રસ્તા પર ચાલી રહેલા 15 થી વધુ પશુઓને અડફેટે લીધા હતાં અને એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

અંબાજી 108 , અંબાજી પોલીસ, ફાયર ટીમ સહિતના સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. ટ્રક મા બેસેલા 2 લોકોના આબાદ બચાવ થયો હતો. યુવકના મોત બાદ પરિવાર પર આભ તુટી પડ્યું હતું. ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક 30 ફૂટ ઊંડી ખાબકી હતી. ટ્રકે ઝાડ તોડયા હતા. માર્ગો પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પશુઓના મૃતદેહો માર્ગો પર જોવા મળ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *