આગામી ૩૧ મી ઓગસ્ટથી શરૂ થનારી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ઉધના અને મડગાંવ વચ્ચે વિશેષ ભાડા સાથે ટ્રેન દોડાવવામાં આવશે આ ટ્રેન ૨૭ અને ૨૯ ઓગસ્ટના રોજ ઉધનાથી રેલવે સ્ટેશનથી ઉપડશે જ્યારે ૨૮ અને ૩૦ઓગસ્ટના રોજ મડગાંવ રેલવે સ્ટેશન પરથી ઉપડશે
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
પશ્ચિમ રેલવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી ૩૧ ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે જેને લઈ મહારાષ્ટ્ર અને ગોવા આવતા જતા લોકોને વધુ સરળતા મળી રહે તે માટે ઉધના મડગાંવ વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે ટ્રેન દોડાવવામાં આવશે આ ટ્રેન ૨૭ અને ૨૯ ઓગસ્ટના રોજ ૦૯૦૨૦ ટ્રેન નંબર ઉધનાથી બપોરે ૩.૨૫ વાગે ઉપડશે જ્યારે બીજા દિવસે સવારે ૯.૩૦ કલાકે મડગાંવ પહોંચશે જ્યારે મડગાંવથી આ ટ્રેન સવારે ૧૦.૨૦કલાકે ઉપડશે અનવ બીજા દિવસે સવારે ૫ વાગે ઉધના પહોંચશે આ ટ્રેન નવસારી,વલસાડ,વાપી,પાલઘર,વસઈ રોડ, રત્નગીરી, કરમાલી સ્ટેશન બંને દિશામાં ઉભી રહેશે.
ઉધના -મડગાંવ વચ્ચે ગણેશ ઉત્સવ સ્પેશિયલ ટ્રેન દોડશે
ગણેશ ઉત્સવને લઈ પશ્ચિમ રેલવેએ લીધો નિર્ણય
27 અને 29 ઓગસ્ટના રોજ ટ્રેન ઉધનાથી જશે.