જામનગર: જામનગ૨ મહાનગ૨પાલિકા ધ્વા૨ા શહે૨માં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢો૨ોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને શહે૨ના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવા માટે ૪–ટીમોની રચના કરી, દૈનિક બે શિફટમાં કામગીરી કરવામાં આવે છે.
ચાલુ માસ દરમ્યાન કુલ–૧૦૧ ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ચાલુ વર્ષે કુલ–૧૨૨૯ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ–૭૪૫ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.
આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપ૨ ન છોડવા તાકીદ ક૨વામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી.આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ
ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.
હાલે જામનગર મહાનગરપાલિકા ધ્વારા આવા આસામીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ ક૨વા ત્રણ કર્મચા૨ીઓને સતા આપવામાં આવેલ છે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ ક૨વામાં આવે છે.