કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરાના પ્રસિદ્ધ ગઢીમાતાજી ના મંદિરે શ્રાવણ માસમાં ૧૫,૩૧,૧૧૧ પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લાના ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સર્વેની મનોકામના પૂર્ણ થાય તે સંકલ્પ સાથે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર પાર્થિવ શિવલિંગનું નિર્માણ, પૂજન, મહામૃત્યુંજય અલૌકિક અનુષ્ઠાનનું ભક્તોની સાથે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગઢી માતાજીના મંદિરે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવા માટે આવ્યા હતા.
જેમાં ૧૫,૩૧,૧૧૧ પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરવામાં આવ્યું.ગઢી માતાજી ના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિદિન પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂજનકર્તા પંડિત શ્રી નિરંજનભાઈ શાસ્ત્રી હતા.સાથે ભક્તો એ મંદિરમાં આવેલ ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પુણ્ય મેળવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજ ના માર્ગદર્શનમાં યોજાયો હતો.આ કાર્યક્રમ માં ભાલકેશ્વર સેવા સમિતિ,ખોખરા,અમદાવાદ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.જેમાં પૂજારી રામશરણદાસજી મહારાજ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.