શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું જગતજનની માં અંબા નું પવિત્ર અને પ્રાચીન તીર્થ સ્થળ છે. હાલમાં ભાદરવા માસની શરૂઆત થઈ છે ત્યારે વિઘ્નહર્તા ગણપતિ દાદા નો ઉત્સવ પણ શરૂ થયો છે.
શક્તિપીઠ અંબાજી માં 1998 થી નંદનવન આદિવાસી ઔધોગિક સહકારી મંડળી દ્વારા નારિયેળના વેસ્ટ છોતરામાંથી વિવિધ સામગ્રીઓ બનાવવામાં આવે છે જેમાં ગણપતિ બાપા ના તહેવારમાં ગણપતિ દાદા ની મૂર્તિ બનાવવામાં આવે છે.
આ સિવાય તોરણ,ચાકડા તેમજ અન્ય આર્ટિકલ બનાવવા માટેની તાલીમ સહ ઉત્પાદન પણ આપવામાં આવે છે. નારીયલના છોતરામાંથી મૂર્તિ તૈયાર થયા બાદ તેની પર સુંદર શણગાર પણ કરવામાં આવે છે.
શક્તિપીઠ અંબાજી માં નંદનવન સંસ્થામાં આદિવાસી સમાજની બહેનો પણ કામ કરીને રોજગારી મેળવી રહી છે. હાલમાં ગણપતિ દાદા નો તહેવાર ચાલતો હોઇ નારિયલ ના વેસ્ટ છોતરામાંથી આ સંસ્થા બેસ્ટ વસ્તુઓ બનાવીને દેશ-વિદેશમાં અંબાજીનું નામ રોશન કરેલ છે. દક્ષાબેન હિતેન્દ્રભાઈ રામી અને તેમની ટીમ દ્વારા નારિયલના વેસ્ટ છોતરાઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. ગણપતિ દાદાની મૂર્તિ ની વાત કરવામાં આવે તો આ મૂર્તિ વજનમાં હલકી હોય છે અને અનબ્રેકેબલ હોય છે પાંચ ફૂટની મૂર્તિ બે વ્યક્તિ આસાનીથી ઉપાડી શકે છે.
હાલમાં મોટાભાગના લોકો ગણપતિ દાદા ના તહેવારમાં નારીયલના છોતરામાંથી બનાવેલી મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરવા માટે લઈ જાય છે અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે આ મૂર્તિને પાણીમાં આસાનીથી ડુબાડી શકાય છે.
અંબાજી પ્રહલાદ પૂજારી