શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિમાની સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી મહા કુંભની શરૂઆત થઈ છે ત્યારે ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા અંબાજી ખાતે આવ્યા હતા. આજથી અંબાજી મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખુલ્યું હતું.
5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પર્વ અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે આજે અંબાજી ખાતે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા.
ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પાલનપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અંબાજી સર્કિટ હાઉસ ખાતે ચીફ સેક્રેટરી સાથેની મિટિંગમાં હાજરી આપી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
:- અંબાજી ભાજપ મંડળે મંત્રી શ્રી ને રજૂઆત કરી :-
ભાદરવી મેળામાં સ્થાનિક ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈને અંબાજી ભાજપ દ્વારા મંત્રીશ્રીને 25 જેટલા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી