પાટણ: પાટણ જિલ્લાના સમી રોહિત વાસ ખાતે જાણીતા સામાજીક કાર્યકર શ્રી મોતિલાલ સેવકના અધ્યક્ષ સ્થાને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી ના સ્વર્ગસ્થ પિતા શ્રી પ્રેમજીભાઈ બાલચંદ્ર ભાઈ સોલંકીને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા.
જાણિતા સામાજિક આગેવાન શ્રી મોતિલાલ સેવકે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષો પહેલાં સમી હારીજ પછાત તાલુકામાં જ્યારે શિક્ષકોની ઘટ હતી તેમજ મહદઅંશે શિક્ષણ નો અભાવ હતો તેવા સમયે ચાણસ્મા તાલુકાના રહેવાસી શ્રી પ્રેમજીભાઈ બાલચંદ્ર ભાઈ સોલંકીને તાલુકા કેળવણી નિરીક્ષક તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
દિવંગત શ્રી પ્રેમજીભાઈ સોલંકી એ સાચા અર્થમાં સમાજના વિવિધ વર્ગોના બાળકો મા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.જેના ફળ સ્વરૂપે આજે સમી હારીજ પછાત તાલુકામાં શિક્ષણ નુ પ્રમાણ વધવા પામ્યું છે. આજના શિક્ષક દિવસે આવા મહાન પુણ્ય શાળી આત્મા ને નમન કરતા ગૌરવ અનુભવાય છે.
દિવંગત પ્રેમજીભાઈ સોલંકીની લોક ઉત્કર્ષ લક્ષી કામગીરી ના કારણે પરમાત્મા એ તેમના જયેષ્ઠ સુપુત્ર ડૉ કિરીટભાઈ સોલંકી ને સતત ત્રણ ટર્મ થી મહાનગર અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં સાંસદ તરીકે સફળતા અપાવી છે.કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ભીખાભાઈ પરમારે કર્યું હતું જ્યારે આભાર વિધિ શ્રી વિજયભાઈ સોલંકી એ કરી હતી.