વેળાવદર
સરકારદ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ શિક્ષકોને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક શૈક્ષણિક સંસ્થા રચનાત્મક ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકોને વધુ પ્રોત્સાહન આપવા અને શિક્ષણની નીતિ નિર્ધારણમાં કાર્ય કરે છે.
ચાલુ વર્ષે આ સંસ્થા સાથે જોડાયેલાં કુલ 7 શિક્ષણ કર્મયોગીને તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ શિક્ષક પુરસ્કારો પ્રાપ્ત થયાં છે જેને આ પુરસ્કાર મળ્યા છે તે બધાં જ શિક્ષકો પોતપોતાના કાર્યસ્થળે ઉતમ પદાર્પણ કરી રહ્યા છે તેમની પંસંદગીને શૈક્ષણિક મંચના કાર્યકર્તાઓ સર્વશ્રી તખુભાઈ સાંડસુર,ડો મહેશભાઈ ઠાકર,શ્રી શ્યામજીભાઈ દેસાઈ સમેત અનેક આગેવાનો આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.
(1) રાજ્ય પુરસ્કાર સુશ્રી રમીલાબેન ડી. મકવાણા મુખ્ય શિક્ષક લાડોલા પ્રાથમિક શાળા તા.ભાંભર જીલ્લો બનાસકાંઠા
જિલ્લા કક્ષા પુરસ્કાર
(2)શ્રી રમેશભાઈ ડી બારડ- કુંભણ પ્રાથમિક શાળા જીલ્લો ભાવનગર
( 3)શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ પીપીએસ હાઇસ્કુલ, વંડા જીલ્લો અમરેલી તાલુકા કક્ષા પુરસ્કાર
(4)સુશ્રી વૈશાલીબેન ટી.પંચાલ -મોટી દાઉ પ્રાથમિક શાળા, જીલ્લો મહેસાણા
(5)સુશ્રી શીતલબેન કે.ભટ્ટી કુંભણ પ્રાથમિક શાળા જિલ્લો- ભાવનગર
(6)શ્રી અનુભાઈ એ.રાતડીયા જીવાપર પ્રા.શાળા જિલ્લો -રાજકોટ
(7) સુશ્રી વર્ષાબેન એમ.પ્રજાપતિ સંત શિક્ષાનું ભવ પ્રાથમિક શાળા તા સંતરામપુર જિ. મહીસાગર