Other

ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસનો પુનઃપ્રારંભ, પહેલા દિવસે જ જહાજ સમુદ્ર માં ત્રણ કલાક અટવાયું ઓટ ના કારણે

લાંબા સમયથી બંધ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરીનો આજથી ફરી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં હવે 2 જહાજની સેવા મળશે.

રિપોર્ટર:- નરેશભાઈ ડાંખરા

હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ
સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ
હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ થયો છે. જેમાં દેશની સૌથી મોટી અને પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરાશે. પ્રથમ દિવસે જ 24 મુસાફર, 42 ટ્રક અને 5 કારની સાથે આ રોપેક્સ સેવા ઘોઘાથી બપોરે 12 વાગ્યે ઉપડી હતી.

જો કે 45 દિવસ દરમિયાન ઇંધણના ભાવ વધારાના મામલે આ ફેરી કોન્ટ્રાકટર દ્વારા બંધ કરવામાં આવી હતી. ફરી ભાવ વધારા સાથે  ભાવનગરથી હજીરા વચ્ચે રોજની 2 જહાજની સેવા શરૂ કરાઈ છે.

હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિમાં ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. આ રોરોફેરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે સરકારે ટિકિટ ઉપર જી એસ ટી તેમજ અન્ય કોઈ વધારાના ટેક્સ નહીં લગાવવાણી ખાતરી આપતા કોન્ટ્રાકટરે આજથી ફરી સેવા સરું કર છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસનો મેઇન્ટેન્સ ના નામે  થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ કરી દેવામાં આવી છે.
દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ શરૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડથી સજ્જ ફેરી સર્વિસ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કોબીન, સાથે-સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહન જંગી ક્ષમતા છે. બીજી તરફ વોએજ સિમ્ફની ૩૧૬ એક્ઝિક્યુટિવ, ૭૮ બિઝનેસ, ૧૪ વીઆઇપી લાઉન્જ, ૮૫ કાર, ૫૦ બાઇક, ૩૦ ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે. આમ હવે ભાવનગરથી હજીરા વચ્ચે રોજની 2 જહાજની સેવા શરૂ કરાતા લોકો ફરી સુવિધાનો લાભ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *