ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં એ.વી.સ્કુલ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.ન.-૦૦૨૯/૨૦૨૦ ઇ.પી.કો- ૩૨૪, ૩૨૩,૫૦૪,૧૧૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી જયેશ શંકર બારૈયા વાળો પોતાના ક્રેસન્ટ ઘનેશ મહેતા સ્કુલ પાસે હોવાની ચોકકસ બાતમી મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા જયેશભાઇ શંકરભાઇ બારૈયા ઉવ.૨૭ રહે. જશોનાથ ચોક ઇન્કમ ટેક્ષ ઓફિસ સામે ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુર.ન. ૦૦૨૯/૨૦ ઇ.પી.કો.- ૩૨૪, ૩૨૩, ૫૦૪,૧૧૪ વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય ગંગા જળીયા પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા તથા મહ.ન્દ્રભાઇ ચૈાહાણ તથા જયરાજ સિંહ જાઙેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા ઘનશ્યામભાઇ ગોહિલ તથા સંજય ભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર