અમિત પટેલ.અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામ અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે
ત્યારે માતાજીના કેટલાક ભક્તો દ્વારા દાન પણ મોટી કિંમતનું ભેટ ધરવામાં આવતુ હોય છે. અંબાજી મંદિરમા ૨૨૦ કિલોમીટર દુરથી આવેલા સાણંદના ભકતો વાધેલા પુષ્પરાજસિહ .જે દ્વારા અંબાજી મંદિર ખાતે સોનાના બિસ્કીટ નું દાન તેને 251 ગ્રામ નું દાન આપવામાં આવ્યું.
આજ રોજ તા27-9-2022 ને મંગળવારના પાવન દિનેમાં જગદંબાના ચરણોમાં સાણંદ નિવાસી દાતાશ્રી વાધેલા પુષ્પ રાજસિહ.જે દ્વારા રૂ.13,11000 ની કિંમત ના 251.ગ્રામ વજનના સોનાના બિસ્કીટ દાન આપવામાં આવ્યું હતું આજરોજ અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર સતીષ ગઢવી દ્વારા જણાવાયું હતું .