હજારો લોકોની જનમેદની વચ્ચે પણ દરેકને પોતાની જગ્યા મળે તે માટે તંત્ર દ્વારા અદભૂત વ્યવસ્થા
લોકોની પણ અદભૂત શિસ્તબધ્ધતાના દર્શન કરાવ્યાં
વડાપ્રધાનશ્રીની જવાહર મેદાન ખાતે યોજાયેલી સજામાં આજે દરેક વ્યક્તિની પોતીકી બેઠક મળે તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અદભૂત વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની નિગરાની હેઠળ ડોમને વિવિધ વિભાગોને વિવિધ કલર કોડ તેમજ નંબરોથી વહેંચી દેવામાં આવ્યો છે. જેથી જે વ્યક્તિને જે જગ્યાનું નિમંત્રણ હોય તે જગ્યા જ મળે તે માટે અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રની રાત- દિવસની મહેનત દેખાઇ આવતી હતી.
સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ જિલ્લામાંથી આવનાર લોકોને પણ કોઇ અગવડ ન પડે તે માટે આઇ.આઇ.એમ.ના વિદ્યાર્થીઓએ પણ એકવાર જોવાં આવવું પડે તેવી અદભૂત બેઠક વ્યવસ્થાનું તંત્ર દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
પાણી, સેનીટેશન, પાર્કિંગ, વી.આઇ.પી./ વી.વી. આઇ. પી. મુવમેન્ટ દરેક બાબતની ચીવટની કાળજી લેવામાં આવી છે.
લોકોએ પણ પોતાના નેતાને સાંભળવાં માટે તેમજ તંત્રના માર્ગદર્શન તળે જગ્યા સંભાળીને અદભૂત શિસ્તબધ્ધતાના દર્શન કરાવ્યાં હતાં.