દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરથીઅમદાવાદ-મુંબઈ રૂટની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.જે સુરત ખાતે 4.25 કલાકે પહોંચી હતી.સુરતમાં પણ વંદે ભારત ટ્રેન નું wel come કરવામાં આવ્યું હતું..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરથી અમદાવાદ-મુંબઈ રૂટની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઇનોગ્રલ રન હોવાથી ટ્રેન માત્ર એક માર્ગીય સફર કરી હતી. આ ટ્રેન ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલની 491 કિમીની મુસાફરી 5 કલાક 35 મિનિટમાં કાપી હતી. જેમાં સરેરાશ ઝડપ 97.94 કિમી પ્રતિ કલાક હતી. આ ટ્રેન ગાંધીનગરથી સવારે 10.30 વાગ્યે ઉપડી હતી જ્યાં પીએમ મોદી પણ ટ્રેન મારફતે અમદાવાદ સુધી ગયા હતા. 11.10 કલાકે અમદાવાદ પહોંચ્યા બાદ .
4.25 કલાકે સુરત આવી પહોંચી હતી જ્યાંથી 66 મુસાફરોએ મુસાફરી કરી હતી ,જેમાંથી 58 ચેર કાર જ્યારે 8 એક્ઝિક્યુટિવ ચેરકારમાં મુસાફરી કરી હતી.સુરતથી PAC મેમ્બર છોટુ પાટીલએ વંદે ભારત ટ્રેનો સ્વાગત કરી ટ્રેનના લોકો પાયલટ (Loco Pilot) નું હાર પહેરાવી સ્વાગત કરી લીલીજંડી બતાવી હતી.ત્યાર બાદ સુરત રેલવે સ્ટેશનથી ઉપડ્યા બાદ સાંજે 7.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી.
દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી.
ઇનોગ્રેલ રન હોવાથી ટ્રેન માત્ર એક માર્ગીય સફર કરી હતી.
પીએમ મોદી પણ ટ્રેન મારફતે અમદાવાદ સુધી ગયા હતા.
4.25 કલાકે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી.
સુરતથી 66 મુસાફરો વંદે ભારત ટ્રેનથી મુંબઈ સુધી મુસાફરી કરી.