કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાની તેમજ પાડોશી રાજસ્થાન રાજ્યના અને મહીસાગર પંચમહાલ જિલ્લા ની જનતાને આશીર્વાદ સમાન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને આજરોજ 80માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાના શુભ પ્રસંગે દાતાઓ અને શ્રેસ્ટીઓ દ્વારા નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ યોજાયો હતો
તેમાંય કોરોના કાળ માં તાતી જરૂરિયાત એવી એમ્બ્યુલન્સ અરવલ્લી નર્સિંગ કોલેજ તખ્તપુર સ્થિત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ ડી પટેલ સંકુલ ના મુખ્ય સંચાલક મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તરફથી ઓગણીસ લાખ રૂપિયા ની સાર્વજનિક હોસ્પિટલ ને ભેટ કરી દર્દીનારાયણો ની સેવાઓનો લાભદાયી નીવડશે આજે 80 માં વર્ષ ના મંગળ પ્રવેશી રહેલી સંસ્થાના 21 અલગ અલગ વિભાગ નું ટ્રસ્ટી દાતાઓના દાન થી લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલ ના ચેરમેન જીગીશભાઈ મહેતા ,મંત્રી પુનમભાઈ પટેલ મંત્રી પીયૂષભાઈ પટેલ ટ્રસ્ટી મહેશભાઈ ડી પટેલ ,મહેન્દ્ર મામા,ટ્રસ્ટી દાતા કાલિદાસ પટેલ ,રમણભાઈ પ્રજાપતિ,સુરેશભાઇ ત્રિવેદી, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ શાહ તેમજ સાર્વજનિક હોસ્પિટલ ના રાકેશભાઈ પટેલ સહિત ના અનેક આગેવાનો દાતાઓ ડોકટરો અને મીડિકલ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો
તેમજ મેડિકલ ની અનેક સેવાઓ નજીવા દરે દર્દીઓને પુરી પાડતી સંસ્થા એ અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નહીં હોવા છતાં દરેક પ્રકારના રોગોમાં સારવાર આપી અનેકવિધ સેવાઓ આપતી સંસ્થા ને દાતાઓ દાન આપે તો હજુ ગરીબો તેમજ મધ્યમવર્ગીય જનતા ને ખુબજ લાભદાયક નીવડે તેમ છે