દશેરાના દિવસે ભગવાન રામે રાવણનું વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. દશેરાના દિવસે ભગવાન રામ અસુરી શક્તિના રાવણનું પૂતળું સળગાવશે.જે માટે ઉત્તરપ્રદેશ ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા થી આવેલા પંદર જેટલા મુસ્લિમ કારીગરોએ સુરતના 65 ફુટ રાવણના પૂતળું બનાવ્યું છે.
જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ લીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે.જ્યા રાવણનું આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
જો કે રાવણનું પૂતળું તૈયાર કરનાર મુસ્લિમ સમાજના લોકો છે જે હિન્દૂ – મુસ્લિમ વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે.તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારા નો સંદેશ પાઠવી રહ્યો છે.
હાલ નવલી – નવરાત્રીની રંગત જામી છે.બે દિવસ બાદ નવરાત્રીના પડઘમ શાંત પડી જશે.જ્યાં બાદમાં દશેરાની પણ શહેરીજનો દ્વારા ઉજવણી કરવામાં આવશે.દરમ્યાન 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે.
દશેરાના પર્વને ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવશે જે માટે ઉત્તર પ્રદેશથી આવેલા મુસ્લિમ કારીગરો છેલ્લા 40 દિવસથી રાવણનું પૂતળા તૈયાર કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષ બાદ સુરતના વેસુ સ્થિત રામલીલા મંડળી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે..
આ માટે રામલીલા મંડળી દ્વારા 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું ઓર્ડરથી બનાવડાવવામાં આવ્યું છે.જો કે રાવણનું પૂતળું બનાવનાર કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ મુસ્લિમ કારીગરો છે.વિશાળ રાવણનું પૂતળું તૈયાર કરવામા અલગ અલગ કારીગરો કામે લાગ્યા છે.જ્યાં ચાલીસ દિવસની મહેનત બાદ આ વિશાલ રાવણનું પૂતળું તૈયાર કરવામા આવી રહ્યું છે.
હાલ રાવણના પૂતળું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વેસુ સ્થિત વિશાળ મેદાનમાં અશુરી શક્તિના રાક્ષસ રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે.જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે.રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
જ્યા મેદાનમાં રાવણના 65 ફૂટના પૂતળા ની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે.આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે.
આ વખતે દશેરા માં રાવણ દહન કરાશે 65 ફૂટનો રાવણતૈયાર કરાયો મુસ્લિમ કારીગરો દ્વારા રાવણ તૈયાર કરાયો સુરતનો રાવણ કોમી એકતાનું પ્રતીક બનશે નવા ડિઝાઇન સાથે રાવણ તૈયાર ડેકોરેશન સાથે રાવણ તૈયાર કરાયો ભારે આતશબાજી રાવણની અંદર લગાવવામાં આવશે.