કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિર ના વ્યવસ્થાપક પ.પૂ.રજનીભાઈ પંડ્યા (બાપુ) એ અરવલ્લી જીલ્લા ની મુલાકાત લીધી હતી મોડાસા ખાતેના તેમણે ટૂકુ રોકાણ કર્યુ હતુ જ્યા મોડાસા ના પ્રખર કુબેરભક્ત સૌરભ ત્રિવેદી ના ત્યા બાપુએ પધરામણી કરી હતી
હાજર મોટી સંખ્યા મા સૌ કુબેરદાદા ના ભક્તોએ જયકુબેર જયજયકુબેર ના નાદ થી બાપુ નુ સ્વાગત કર્યુ હતુ સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યુ હતુ પ.પૂજ્ય બાપુએ સત્સંગ કરી સૌ ભક્તો ને આશિર્વાદ આપ્યા હતા .મોડાસા આગમન પહેલા પ. પૂજ્ય શ્રીરજનીભાઈ પંડ્યાએ સાકરીયા ના સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી ના દર્શન કર્યા હતા જ્યા મંદિર ના ટ્રસ્ટીઓ એ રજનીદાદા નુ સ્વાગત કરી શિષ્ટાચાર ભેટ અર્પણ કરી હતી
અરવલ્લી ના પ્રવાસ દરમ્યાન બાપુએ ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ની મુલાકાત લીધી હતી જ્યા મોટી સંખ્યામા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંદિર પ્રશાસન દ્વારા પ.પૂજ્ય શ્રીરજનીભાઈ પંડ્યા નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ
શામળીયા ઠાકોર ના દર્શન કરી ભાવવિભોર બનેલા બાપુએ મંદિર ના ઈતિહાસ અને વ્યવસ્થા વિશે જાણી ચર્ચા કરી હતી. શામળાજી મંદિર પ્રશાસને બાપુને શામળાજી મંદિર ની પ્રતિકૃતિ અને પુસ્તક ભેટ અર્પણ કર્યુ હતુ પોતાના 5 જી દરશન દર્શન ની શરુઆત અરવલ્લી ના શામળાજી દર્શન પછી બાપુ કેશરીયાજી, એકલિંગજી,શ્રીનાથજી અને શાવરીયાજી દર્શન કરવા રવાના થયા હતા.