Crime

લાજપોરમાં ચાર સંતાનોનો મુસ્લિમ પિતા 17 વર્ષની હિન્દુ તરૂણીને ભગાવી ગયો

સુરતનાં લાજપોર ગામમાં રહેતો મુસ્લિમ શખ્સ  17 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવી જતાં વાતાવરણ તંગ બની ગયું છે.

ચાર સંતાનોનાં પિતા હમીદ સામે ગામલોકોમાં ભારે રોષ ફેલાયેલો હોવાથી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરત શહેરનાં છેવાડે આવેલાં લાજપોર ગામમાં બજાર ફળિયામાં રહેતાં અને શાહરૂખખાન તરીકે ઓળખાતા હમીદ મઢી ચાર સંતાનોનો પિતા હોવા છતાં 17 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી છે. માતા મૃત્યુ પામી હોવાથી ફોઇનાં ઘરે રહેતી તરૂણી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં નોકરી કરતી હતી. હમીદ મઢી દરરોજ રીક્ષામાં તરૂણીને હોજીવાલા એસ્ટેટમાં મુકવા માટે જતો હતો અને રસ્તામાં વાતચીત કરવા સાથે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.

હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઇકો કાર લીધી હતી પરંતુ પોતાનાં મિત્રની રીક્ષામાં તરૂણીને ભગાવી ગયો હતો. તરૂણીની ફોઇએ   સચીન પોલીસ મથકનાં અધિકારીઓને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી હતી અને હમીદ મઢીનાં સંતાનો, મિત્રો તેમજ સગા-સંબંધીઓની પુછપરછ કરી હતી પરંતુ હમીદ અને તરૂણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

બીજા દિવસે પણ પોલીસે લાજપોર ગામમાં આખો દિવસ તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો હતો દરમિયાન હમીદ પોતાનાં મિત્રની જે રીક્ષા લઇ ગયો હતો તે સચીન-પારડી ગામેથી મળી આવતાં પોલીસે તે કબજે લીધી હતી. હમીદ મઢીનાં ચાર સંતાનો છે તેમાં બે દીકરીનાં તો લગ્ન પણ થઇ ગયા છે.

એક પુત્ર હોટલમાં કામ કરે છે. આઇ ડિવિઝનના  એ.સી.પી રામજી મવાણીએ  જણાવ્યું હતું કે, હમીદ વિરૂદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હમીદ અને તરૂણીનાં મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ચાર સંતાનોનો મુસ્લિમ પિતા હમીદ હિન્દુ તરૂણીને ભગાવી ગયો હોવાથી હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે જેથી પોલીસ અધિકારીઓ પણ પરિસ્થિતિ બગડે નહીં તે માટે લાજપોર ગામમાં સતત પેટ્રોલિંગ સાથે નજર રાખી રહ્યાં છે.

લાજપોરમાં ચાર સંતાનોનો મુસ્લિમ પિતા 17 વર્ષની હિન્દુ તરૂણીને ભગાવી ગયો.

તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો.

દરરોજ રીક્ષામાં નોકરીનાં સ્થળે મુકવા જતાં હમીદે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી.

સચિન પોલીસે સીસીટીવી અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *