Latest

બાળકોનું જીવન બચાવવા માટે જલ જીવન મિશનને મળી આંતરરાષ્ટ્રીય સરાહના

ગાંધીનગર, : બાળકોનું જીવન બચાવવામાં સ્વચ્છ ભારત અભિયાનની સફળતા પછી હવે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જલ જીવન મિશનને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી છે. નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકન પ્રોફેસર માઇકલ ક્રેમરનો દાવો છે કે સ્વચ્છ ભારત અભિયાનથી ભારતમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ જલ જીવન મિશન પણ બાળમૃત્યુ દરમાં મોટો ઘટાડો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે (UNDP) જલ જીવન મિશનની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ યોજનાને વિશ્વના અન્ય પછાત દેશોમાં લાગૂ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ અભિયાન શરૂ કર્યું હતું. અત્યારસુધીમાં દેશના 4 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશશ 100 ટકા નલ સે જલ જાહેર થઈ ચૂક્યા છે અને ટુંક સમયમાં ગુજરાતનું નામ પણ તેમાં સામેલ થવા જઇ રહ્યું છે.

ગુજરાતમાં 99.79 ટકા નલ સે જલનું કામ પૂરું થઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની દેખરેખમાં ઝડપથી યોજનાઓને લાગૂ કરીને ભારતના લગભગ 54 ટકા ઘરોને સ્વચ્છ પીવાના પાણીની યોજનાઓ સાથે સાંકળવામાં આવ્યા છે. 2019માં જ્યારે આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દેશની લગભગ અડધી ગ્રામ્ય વસ્તી સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતાથી વંચિત હતી.

JJMએ ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

જલ જીવન મિશનનું ધ્યેય ભારતના તમામ ગામડાઓમાં દરેક ઘરમાં ચોવીસ કલાક ચોખ્ખું પાણી પૂરું પાડવાનું છે. દેશના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની પહોંચ સાથે, પાણીજન્ય રોગોને કારણે બાળ મૃત્યુદરમાં તીવ્ર ઘટાડો થયો છે.

જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો 2019માં ગુજરાતમાં જેજેએમની શરૂઆત થઈ તે પહેલાં 5 વર્ષથી ઓછી વયના શિશુઓનો મૃત્યુદર પ્રતિ 1000  લાઈવ બર્થ 28 હતો. જે 2022માં ઘટીને 1000  લાઈવ બર્થ પર 23 થઈ ગયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એ વાત માની છે કે બાળ મૃત્યુદરમાં આ ઘટાડા માટે જલ જીવન મિશનનો મહત્વનો ફાળો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગનું માનવું છે કે આવનારા 1-2 વર્ષમાં પાણીજન્ય રોગોથી પીડિત બાળકોની સંખ્યામાં હજુ ઘટાડો થશે કારણ કે જેમ જેમ ઘરમાં સ્વચ્છ પાણી પીવાનું વધશે તેમ તેમ તેની સીધી અસર ઘરમાં રહતા તમામ લોકોના જેમાં ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય પર પડશે. આમ, આ મિશન આવનારા સમય માટે રાજ્ય સ્તરના બાળ મૃત્યુદરને ઘટાડવામાં પણ વધુ મદદરૂપ બનશે.

કેવી રીતે ખાસ છે પ્રો. ક્રેમરનો રિસર્ચ રિપોર્ટ?

ભારતીય અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમને સંબોધતા પ્રો. ક્રેમરે જણાવ્યું હતું કે તેમના અભ્યાસમાંથી એક મહત્વપૂર્ણ તારણ એ મળી આવ્યુ છે કે જો પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તો બાળ મૃત્યુ લગભગ 30 ટકા ઘટાડી શકાય છે. જેમ કે, ‘હર ઘર જલ’ કાર્યક્રમ ખાસ કરીને બાળકોમાં આરોગ્યના ધોરણોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શિકાગો યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર માઈકલ ક્રેમરનું પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રેમર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર તેનું જેજેએમ લક્ષ્ય હાંસલ કરે તો દર વર્ષે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.36 લાખ બાળકોને બચાવી શકાય છે.

ગુજરાતના 99.79 ટકા ગામોમાં પહોંચ્યુ લગભગ દરેક ગામમાં નળમાંથી પાણી: નલ સે જલ કાર્યક્રમ હેઠળ, કેન્દ્ર સરકારે 2024 સુધીમાં ભારતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને પર્યાપ્ત અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. કેન્દ્ર સરકારના આ લક્ષ્યાં કના બે વર્ષ પહેલા ગુજરાતને 100% નળથી પાણી પહોંચાડતુ રાજ્ય જાહેર કરવામાં આવશે. આજની તારીખ સુધીમાં ગુજરાતના 99.79 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવામાં આવ્યુ છે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે આ મહિને ગુજરાતને 100 ટકા નલ સે જલ જાહેર કરવામાં આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *