Politics

દિલ્હી અને પંજાબના સીએમની ઉપસ્થિતિમાં ફુલસર ખાતે જંગી જાહેરસભા યોજાઈ

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પણ સક્રિય બની છે. એક તરફ કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં દેશમાં કોઈ વિકાસ કર્યો નહી અને ભાજપના શાસનમાં મોંઘવારી વધી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીની ભવ્ય જંગી જાહેરસભા ભાવનગરના ફુલસર ખાતે યોજાઈ હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારમાં લોકોને મોંઘવારીનો માર અને અનેક મુશ્કેલીઓ થી પરેશાન થયા છે. ત્યારે હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીએ જોરશોર પ્રચારનો પ્રારંભ કર્યો છે. આજે યોજાયેલી સભા ખુદ ગુજરાત સરકારના પ્રવક્તા અને રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ કાર્યક્રમ યોજાતા રાજકીય માહોલ પણ ગરમાયો હતો.

ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલી સભામાં દિલ્હીના સીએમ અને પંજાબના સીએમ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે યુવાનોમાં બેરોજગારી વધી છે. મોંઘાવરી વધી જે મુદ્દા અંગે લોકો પણ હવે પરિવર્તન લાવવા તૈયાર થઈ જાવ તેવું આહવાહન કર્યું હતું.

આમ આદમી પાર્ટીના ઇંદ્રનિલ રાજ્યગુરુએ સરકાર સામે ગરીબ કલ્યાણ મેળા અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું. ગરીબ વર્ગના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં બે બે કલાક રાહ જોવડાવી અને સહાય આપી ફોટા પડાવે છે. જયારે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં ઘરે ઘરેસહાય કીટ પહોંચાડવામાં આવે છે. જે આમ આદમીની સરકારમાં શક્ય છે. જયારે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ ભાજપ સરકાર લોકોને મામુ બનાવે છે.

ખેડૂતને પણ ભાજપની સરકારમાં આંદોલન કરવા પડે છે. દિલ્હીમાં ખાનગી શાળામાં ફી વધારવાની તાકાત ન થઈ શકે તેવી સરકારી શાળાઓ છે. જયારે ભાવેણાના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા.

ભાજપના નેતાઓ પાસે કામ લઇ જાવ તો ભાગ આપવો પડશે. જો ભાજપને મત આપશો તો અમિત શાહ અને સીઆર પાટીલના દીકરા મોટા થશે. જયારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો પ્રથમ મહીને જ વીજળી બિલ, ખેડૂતોનું દેવું માફ, કલ્પસર યોજના, 12 કલાક વીજળી દિવસે મળશે. ઈશુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે EVM ની દવા આમ આદમી પાર્ટી પાસે છે. જેના લીધે ભાજપ સરકાર ડરે આપ થી ડરે છે.

પંજાબના મુખ્યમંત્રી ભાગવતમાનએ પોતાના ભાષણ સાથે જ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને આવવા નથી દેતા તેવામાં પણ મીડિયા આવ્યા છે. તે તમામનો આભાર માન્યો હતો. ગુજરાતના યુવાનોએ જણાવ્યું કે હવે તો પરિવર્તન જોવે છે.

અને તેના માટે આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે. એક મોકો આપો અને પછી કોઈની જરૂર નહી પડે. નાનામાં નાના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી વિધાનસભાની ટિકિટ આપે છે. દિલ્હીમાં કોંગ્રેસએ 70 વર્ષમાં ન કર્યું તે આપની સરકારએ 7 વર્ષમાં કરીબતાવ્યું. પંજાબમાં 7 મહિનામાં 50 લાખ ઘરમાં વીજળી મફત આપી.

આપ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલએ પ્રથમમાં પોતાના ભાષણની શરૂઆત સાથે નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી અને સરકાર પાસે ભારત રત્ન આપવાની વિનંતી કરી હતી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોનો વિશ્વાસ નહીં તોડે તેમ જણાવી શરૂઆત કરી હતી. કેન્દ્ર સરકારની આઈબીની રિપોર્ટમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

તેમ સામે આવ્યું છે. ગુજરાતમાં 150 સીટ આવશે. પાટીદારદાર આંદોલન, ખેડૂત આંદોલન, માલધારી આંદોલન, ઠાકોર સમાજ આંદોલન, આદિવાસી સમાજ આંદોલન સહીતના આંદોલનમાં જેટલાં કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવામાં આવશે. બીજું ભ્રસ્ટાચાર નાબૂદ કરશે. દૂધ, પરાઠા, બિજલી બધામાં ટેક્ષ લગાવી દીધો. અઢી લાખનું બજેટ છે. છતાં લોકોને સુવિધા મળતી નથી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ પૈસા પરત લાવશે. જો આમ આદમી પાર્ટીના કોઈ નેતા ભ્રસ્ટાચાર કરશે તો તે પણ જેલમાં જશે. કટ્ટર ઈમાનદાર પાર્ટી ગણાવતા જણાવ્યું હતું કે આજે ભાજપની સરકારમાં તમામ સરકારી કામ કરવા રિશવત આપવી પડે છે.

જયારે આપની સરકારમાં આ ભ્રસ્ટાચાર બંધ કરી અને વીજળી મફત આપશે. ગુજરાતના સીએમને 5000 અને મંત્રીને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે. તો સમાન્ય લોકોને કેમ નહી, બહેનોને 1000 રૂપિયા આપશે. ગુજરાતી બોલતા જણાવ્યું હતું કે “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે.” દિલ્હીની જેમ ગુજરાતમાં શાનદાર સ્કૂલ બનાવશે,

હોસ્પિટલ દવા ફ્રી મળશે. જેને ભ્રસ્ટાચાર અને ગુંડાદર્દી કરવી હોય તે ત્યાં મત આપો. ગુજરાતમાં દિલ્હી કરતા ડબલ મોંધવારી છે. જો “આપ” સરકાર આવશે તો પેકેજ માંથી પણ ગુજરાતમાં દરેક ઘરમાં 30 હજારનો ફાયદો કરાવશે. ગુજરાતમાં 10 લાખ નવી નોકરી બેરોજગારોને આપશે. મોદી મોદીના નારા લગાવવા વાળાને પણ નોકરી આપશે. બે દિવસ પહેલા વધુ એક પેપર ફૂટ્યું અને જેમાં મોટા મોટા નેતાઓનો હાથ છે.

જેને આપની સરકાર આવશે તો તમામ વિરુદ્ધ તપાસ કરી જેલમાં મોકલાવશે. ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો અને કરજો વધતો જાય છે. જેના લીધે ખેડૂત આત્મહત્યાં કરે છે. જયારે ગુજરાતમાં પણ પાંચ નીપજને MSP આપશે. જે લોકો પ્રવાસ નથી કરી શકતા તેવા લોકોને આમ આદમી પાર્ટી પ્રવાસ કરાવશે. ફ્રી શિક્ષા અને સારવાર, વીજળી દેશના લોકોનો હક છે.

જે મળવું જોઈએ. જે નેતા ફ્રીની રેવડી કહે તે નેતા ભર્સતાચારી છે. અને આ વખતે ડબલ એન્જીન નહી નવું એન્જીન જોવે છે. એક મોકો આપો હવે આમ આદમી પાર્ટીને આપીને જોવો. આઈબીની રિપોર્ટર મુજબ કોંગ્રેસને 10 સીટ પણ નથી આવવાની ત્યારે આમ આદમી પાર્ટીને મોકો આપો. આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે બેન્કમાં પૈસા નથી.

લોકોએ પોતાના જાતે ચૂંટણી લડવી પડશે. મોબાઈલમાં દરેકને આમ આદમી પાર્ટીને મત આપવા મેસેજ અને દરેકના ઘરે ઘરે જઈ 100 – 100 લોકોને કહો આમ આદમી પાર્ટીને મત આપે. ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપના વિરોધમાં છે. અને તેને ડર છે કે તેમના વેપાર ધંધા બંધ કરાવવાની બીક છે.

ફુલસર એટલે કે કેબિનેટ શિક્ષણ મંત્રીના વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક તરફ ભાજપની ગૌરવ યાત્રામાં કાર્યકર્તાઓની સંખ્યામાં સમાન્ય હાજરી જોવા મળી રહી છે.

ત્યારે આમ આદમી પાર્ટીની સભામાં સમગ્ર સભા સ્થળ લોકો થી ભરાઈ ગયું હતું. એક તરફ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાજપના પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્યને ફરી ટિકિટ ન મળે તે માટે ખુદ ભાજપના દિગ્ગજ નેતાઓની મિટિંગો યોજાઈ રહી છે. ત્યારે બીજી તરફ ફુલસર વિસ્તારમાં યોજાયેલી આપની સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેવામાં હવે આગામી વિધાનસભામાં લોકો પરિવર્તનના મૂડમાં હોય અને કોને પસંદ કરે તે જોવું રહ્યું…..?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *