ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ગુજરાતના 33 જિલ્લાઓમાં 14 જિલ્લામા આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં સરકાર દ્વારા આદિવાસી સમાજને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી. પરંતુ આજે આદિવાસી સમાજ દ્વારા તારંગા થી આબુ રોડ રેલવે લાઇનમાં ઘણી જમીન આદિવાસી સમાજની જતી હોય તેમને જમીન મળે અને તેમને વળતર મળે તે માટે આજે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અંબાજી આસપાસના વિવિધ ગામોના આદિવાસી સમાજના લોકો અંબાજી નજીક ચીખલા ખાતે રેલવે સ્ટેશન બનતું હોઈ અને આબુરોડ થી તારંગા સુધી રેલ્વે લાઈનમાં ઘણા આદિવાસી સમાજના વર્ષોથી વસવાટ કરતા લોકોને ખેતીની જમીન જવાના ડરના લીધે આજે કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચની આગેવાનીમાં વિવિધ આદિવાસી સમાજના લોકો વિવિધ ગામોથી આવ્યા હતા અને દાતા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું તેમને આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમને ન્યાય મળે અને અમને વળતર મળે તેવી સરકાર પાસે આશા રાખીએ છીએ.
અંબાજી પ્રહલાદ પૂજારી