મંત્રીશ્રી પ્રદીપસિંહ પરમારના હસ્તે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત “સખી” વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્ક્રુત કોઇ પણ પ્રકારની હિંસાથી પિડિત મહિલાઓને તાત્કાલિક ધોરણે ૨૪ X ૭ તબીબી સારવાર, પરામર્શ ,આશ્રય ,પોલીસ સહાય, કાયદાકીય સહાય જેવી આનુષંગિક સુવિધાઓ એક જ સ્થળ પર મળી રહે તે માટે “સખી” વન સ્ટોપ સેન્ટર યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.
અરવલ્લી જીલ્લામાં તા. ૧૧/૧૧/૨૦૧૯ થી આ સેન્ટર પરખ ટ્રસ્ટ સંચાલિત, ૮૧, અમરદીપ સોસાયટી, જુની આર.ટી.ઓ, મોડાસા, અરવલ્લી ખાતે શરૂ કરેલ છે. કોઇ પણ પ્રકારની હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૨૪ કલાક નિ:શુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આજ દીન સુધી ઘરેલું હિંસા ,બાળકો વિરુધ્ધ જાતિય સતામણી,બાળ લગ્ન માનસિક અસ્વસ્થ જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓથી અસરગ્રસ્ત મહિલાઓને સખી સેન્ટર દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ સેન્ટર દ્વારા મળવાપાત્ર સેવાઓના પ્રચાર-પ્રસાર માટે તથા જનજાગ્રુતિ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં અરવલ્લી જીલ્લાના તમામ તાલુકાઓ અને ગામોમાં બહેનો અને લોકો સુધી માહિતી પુરી પાડી આવરી લેવામાં આવ્યા છે.
તેમજ ગુજરાત સિવાયના અન્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર,પંજાબ,વેસ્ટ બંગાળ, છત્તીસગઢ, આસામ, મહારાષ્ટ્ર, જેવા રાજ્યોમાં મહિલાઓનું પુન:સ્થાપન કરાવવામાં આવેલ છે.
અત્રેના જીલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પોતાના મકાનના બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત નારી ગૌરવ દિન નિમિત્તે તા. ૦૪/૦૮/૨૦૨૧ ના રોજ મુ.પાલનપુર,તા:- મોડાસા,અરવલ્લી ખાતે માન. મુખ્યમંત્રી ના વરદ હસ્તે ઇ-ખાતમુર્હત કરવામાં આવેલ હતુ.
હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા મળેલ કુલ રૂ. ૪૮.૬૯ લાખની ગ્રાન્ટ મેળવીને સખી વન સ્ટોપ સેન્ટરનુ નવીન મકાન તૈયાર કરવામાં આવેલ છે. જેનુ લોકાર્પણ માનનીય મંત્રી પ્રદીપસિંહ પરમારના હસ્તે આજે કરવામાં આવ્યું છે.