Latest

અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું: વિચરતી જાતિના ૩૩ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે: સાંસદશ્રી પરબતભાઇ પટેલ
વિચરતી જાતિની બહેનોએ ગૃહપ્રવેશ પ્રસંગે ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કરિયો  યાત્રાધામ અંબાજી નજીક આવેલ કુંભારીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતનું સાંસદશ્રી પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી વિચરતી જાતિના 33 લાભાર્થીઓને દિવાળીના તહેવારો નિમિત્તે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 68 આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 94 લાભર્થીઓને સનદ આપવામાં આવી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.

       કુંભારીયા શ્રી શક્તિ વસાહતના લોકાર્પણ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે ગૃહપ્રવેશ કરનાર 33 લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ગૃહ પ્રવેશના પ્રતિક રૂપે ચાવી, રાશનકીટ અને સાડી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે. સરકારી યોજનાનો લાભ વંચિત, ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.

વિચરતી વિમુક્ત જાતિના વસવાટ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધગશથી કામ કર્યું છે. વંચિતો, દલિતો, આદિવાસીઓના વિકાસ માટેનો જે ચીલો શ્રી નરેન્દ્રભાઈ ચાતરીને ગયા છે એને ગુજરાતના તમામ મુખ્યમંત્રીશ્રીઓએ આગળ ધપાવી સૌના વિકાસનું સરાહનીય કામ કર્યું છે.

ગરીબો અને વંચિતોના બાળકોને  શિક્ષણ મળી રહે એની ચિંતા કરતી આ સરકાર છે. જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં  શિક્ષણનું સ્તર વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે લોકો વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેમને સ્થાયી કરવાનું કામ સરકારે કર્યું છે. આજે વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે ત્યારે નવા ઘરમાં તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તેઓ ખુશીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી શુભકામનાઓ આપી હતી.

આ પ્રસંગે તેમણે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી જેમને મકાન મળ્યા છે અને જેનો મકાનમાં પ્રવેશ થયો છે એ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

      આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનવાડીયાએ જણાવ્યું કે વર્ષો પછી ઘરનું ઘર મળ્યાનો આંનદ અનેરો હોય છે. ભૂતકાળની સરકાર છેવાડાના માનવીઓની ચિંતા કરતી નહોતી. જ્યારથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે ત્યારથી છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારની આવાસ, ઉજ્જ્વલા, નલ સે જલ જેવી અનેક યોજનાના લાભ મળ્યા છે. છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ ડબલ એન્જીન સરકાર કરી રહી છે.

૨૧મી સદીમાં આપણું બાળક અભણ ન રહે એ જોજો અને બાળકોને પૂરતું શિક્ષણ આપજો એમ કહેતાં ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓને મકાન મળવાની શુભકામનાઓ સાથે દિકરા-દિ
દિકરીઓને ભણાવવાની અપીલ કરી હતી.

         ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી સેવા શક્તિ કેન્દ્રનો આભાર માનતા દિવાળીના તહેવારોમાં નવું ઘર મળવાની ખુશી વ્યક્ત કરી હતી. પહેલાં અમે તૂટેલા તુટેલા છાપરાંમાં રહેતા હતા. આજે નવા ઘરનું સપનું પૂરું થયું એમ જણાવતાં આજે અમારા માટે ખુશીનો દિવસ છે એમ લાભાર્થીઓએ જણાવ્યું હતુ

       આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચાૈધરી, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી દિનેશભાઇ દવે, કલેક્ટરશ્રી આનંદ પટેલ, દાંતા પ્રાંત અધિકારીશ્રી સિધ્ધિ વર્મા, શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રમુખશ્રી ઉષાબેન અગ્રવાલ, જલાોત્રા ગામના સરપંચશ્રી સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *