જામનગર : પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે ભારત તિબબત સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા ઓમ ટ્રેનીંગના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડાઓની ખરીદી કરવામાં આવી હતી.
ઓમ ટ્રેનીંગ સેન્ટર મેહુલનગર ટેલીફોન પાસે દિવ્યાંગ બાળકો દ્વારા આગામી દિવાળી પર્વ પર ચાલીસ હજાર જેટલા માટીના દીવડાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ભારત તિબેટ સંઘના મહિલા વિભાગના બહેનો દ્વારા આ દીવડાઓની સામૂહિક ખરીદી કરી
દિવ્યાંગ બાળકોને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો હતો, આ કાર્યક્રમમાં પ્રદેશ સચિવ મહિલા વિભાગ ડિમ્પલબેન રાવલ, મહા મંત્રી પૂર્ણિમાબેન નંદા ,ઉપાધ્યક્ષ પાયલબેન શર્મા, ઉપાધ્યક્ષ રિટાબેન ઝીંઝુવાડિયા, ધારાબેન પુરોહિત,મૌસમી બેન કનખરા, મીનાક્ષીબેન રાયઠઠા, પ્રવીણા બેન મેહતા, રીનાબેન ધ્રુવ વગેરે હાજર રહ્યા હતા, મૂળ ઈકાઈ ના અધ્યક્ષ ગોપાલભાઈ સોરઠીયા અને યુવા ઈકાઈ ના મયુરસિંઘ ચૌહાણ એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ૐ ટેનિંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતા દ્વારા ભારત તિબબત સંઘ દ્વારા દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાના પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો