શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારો આવેલા છે આ વિસ્તારોમાં ભારે ગંદકી પણ જોવા મળે છે.વહીવટી તંત્ર દ્વારા અને પંચાયત દ્વારા કોઈ જ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી.અંબાજીના ગુલઝારી પુરામાં છેલ્લા ઘણા દિવસથી ગંદકીનો ઢગલો જોવા મળી રહ્યો છે આસપાસના લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે અને ગંદકીના પગલે બીમારી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
અંબાજી ગુલઝારી પુરા પાસે બ્રહ્નપુરી વિસ્તારમાં અવારનવાર ગંદકીના ઢગ ખડકાયા છે અને તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારનાં લોકોનો મોટો આક્ષેપ છે કે સફાઈ અભિયાન આખા દેશમાં થાય છે પણ અમારા વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવતું નથી અને આ કારણે અમારા ઘરે મહેમાન આવે ત્યારે કચરો ગંદકી જોઇ નારાજગી અનુભવે છે
અંબાજી પ્રહલાદ પૂજારી