રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતના ડિંડોલી પોલીસ હાદ વિસ્તારમાં આવેલી ખરાડવા રોડ સાઈ વિલા રેસીડેન્સીમાં ગત તારીખે 5 નવેમ્બરના રોજ કાપડના વ્યાપારીના ઘરે રાત્રીના 9 વાગ્યાના અરસામાં ચોર તસ્કરોએ 5.52.605 રૂપિયાની ચોરી પર હાથ ફેરો કરી નાશી છુટિયા હતા.જેની જાણ ગત 07 નવેમ્બરના રોજ ડિંડોલી પોલીસને કરતા પોલીસ હરકતમાં આવી ચોરીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
ડિંડોલી પોલીસ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને એમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સાંઇવીલા રેસીડન્સીમાં વેપારીના ઘરે થયેલ ચોરી તેમના ઘરમાં ફર્નીચરનુ કામ કરતા માણસોએ જ કરેલ છે જે બાતમીની હકીકતના આધારે બંને આરોપીઓને ધરપકડ કરી. આરોપીની પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરી હતી.ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના, ઝવેરાત તથા મોબાઇલ ફોન મળી રૂ.5,52,605નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના.
ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખરાડવા રોડ પર થઈ હતી ચોરી.
સાઈ વિલા રેસીડેન્સીલમાં 5.52.605 રૂપિયાની થઈ હતી ચોરી.
કાપડના વેપારી ના ઘરે થઈ હતી ચોરી..
ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી..
ગણતરીના દિવસોમાં ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી.
ચોરીમાં ગાયેલ 5.52.605 રૂપિયાના મુદ્દા માલની રીકવરી કરવામાં આવી હતી..