Crime

યુવતીઓ માટે વાંચવાજોગ કિસ્સો : મુંબઈ પોલીસે અને યુવતીના માતા-પિતાએ અમદાવાદ શહેર વટવા પોલીસનો આભાર માન્યો..

અમદાવાદ: પ્રેમમાં કર્ણાટકથી મુંબઇ ભાગી આવેલ યુવતીને પરિવારને સુપ્રત કરી અપહરણના આરોપી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ વટવા જીઆઇડીસી પોલીસ.

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ નિર્ણયના કારણે માતાપિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના અપરિપક્વ નિર્ણય આધારે ઘર છોડીને જતા રહે છે અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે અને ઘરેથી નીકળી ગયેલ બાળકને શોધી, પરિવાર સાથે મિલન કરાવતા, કુટુંબનો પ્રશ્ન હળ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સામે આવ્યો છે …..

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર એમ.એસ. ભરાડા દ્વારા તાજેતરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા તેમજ ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા શહેરના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે….

હાલ વિધાનસભાની ચૂંટણી અનુસંધાને અમદાવાદ શહેર ઝોન 06 ના નાયબ પોલીસ કમિશ્નર એ.એમ. મૂનિયા દ્વારા આપેલ સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમ તથા સ્ટાફના હે.કો. રમેશભાઈ, પો.કો. પંકજકુમાર દ્વારા જશોદાનગર ચોકી વિસ્તારમાં જશોદાનગર ચાર રસ્તા બસ સ્ટેન્ડ પાસેથી સગીર વયની એક દીકરી અને યુવક શંકાસ્પદ હાલતમાં બેસેલ અને પોલીસને જોઇને નાસવા જતા, રોકી, યુવકનું નામ પૂછતા, જયરાજ માધવરાવ શિંદે ઉવ. 19 રહે. હાલ બદલાપુર રેલવે સ્ટેશન પાછળ, તા. જી. થાણે મહારાષ્ટ્ર મૂળ વતન જીડીએ ગામ, ગોકુલનગર કોલોની, જી. ગુલબર્ગ કર્ણાટક રાજ્યના હોવાની અને સગીર યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાતો કરતા, પ્રેમ સંબંધ થતા, કાંદિવલી, સરોવર હોટલ, બોરીવલી ખાતેથી ભગાડી લાવેલ હોવાની હકીકત જણાવતા, વટવા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. આ બાબતે મુંબઈ શહેર પોલીસ ખાતે તપાસ કરતા, મુંબઈ શહેર ચારકોલ પોલીસ સ્ટેશન ખાતે મળી આવેલ સગીર યુવતીના પિતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવેલ હોવાની વિગત અમદાવાદ શહેર પોલીસને જાણવા મળેલ હતી….

જીઆઇડીસી વટવા પોલીસ ટીમની પૂછપરછમાં આરોપી જયરાજ માધવરાવ શિંદે મૂળ કર્ણાટક રાજ્યનો રહેવાસી હોઈ, સોશિયલ મીડિયા મારફતે મહારાષ્ટ્ર મુંબઈ ખાતે રહેતી સગીર યુવતીના પ્રેમમાં પડેલ અને કર્ણાટકથી ઘરેથી કહ્યા વગર મુંબઈ આવીને સગીર યુવતીના ઘર નજીક જ રહેવા લાગેલ હતો. યુવતી મુંબઈ ખાતે રહેતી હોય અને પોતાને પ્રેમસંબંધ હોવાથી, લગ્ન કરવાના ઇરાદે સગીર યુવતીને ભગાડી, આ ગુન્હો આચરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, આરોપી પણ કર્ણાટક ખાતેથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ હોય, ત્યાં પણ કર્ણાટક પોલીસને ગુમ થયા અંગેની જાણ કરવામાં આવેલ હોઈ, મુંબઈ પોલીસને જાણ કરતા, યુવતીના કુટુંબીજનો સાથે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી, મુંબઈ પોલીસ દ્વારા આરોપી અને સગીર યુવતીનો કબ્જો સંભાળેલ હતો….

અમદાવાદ શહેર પોલીસ દ્રારા સગીર છોકરીની ઉમર ધ્યાને લઇ સહિષ્ણુતાભરી લાગણીસભર કાર્યવાહી કરી કાયદાનુ જ્ઞાન આપેલ અને કાયદાનો ભંગ નહી કરવા સલાહ આપી, અપહૃત સગીરાને સમજાવી, તેના માતા પિતા સાથે જવા માટેે સમજાવતા સમજી જતા તેના માતાપિતા સાથે મેળાપ કરાવતા લાગણી સભર દ્ર્શ્યો સર્જાયેલ અને પકડાયેલ આરોપી જયરાજ પણ ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ હોય તેને પણ નાદાનિયતમાં ગુન્હો આચરેલ હોઈ, તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી, તેના માતા પિતાને જાણ કરવામાં આવેલ હતી.

અમદાવાદ શહેર પોલીસ દ્રારા મુંબઈ શહેર કાંદિવલી ખાતેથી કરવામાં આવેલ સગીરાના અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સગીરા તથા આરોપીને વાહન ચેકીંગ દરમિયાન પકડી પાડી, ઝીણવટભરી તપાસ કરી, માહિતી મેળવી, ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવતા, સગીરાના માતા પિતાએ તથા મુંબઈ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *