પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને શિવાલયો તથા અન્ય ધાર્મિક સ્થળો/ઉપાસનાના સ્થળૉએ લોકોની ભીડ થવાની સંભાવના છે. જેનાથી COVID-19 નું સંક્રમણ તથા ફેલાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લોકોને સરકારશ્રીની ધાર્મિક સ્થાનો/ઉપાસનાના સ્થળોએ COVID-19 નું સંક્રમણ અટકાવવા સંબંધી સુચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
*ધાર્મિક/ઉપાસના સ્થળોએ લોકોએ કરવાની થતી અમલવારી*
જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કરતાં જણાવ્યું છે કે લોકોએ મંદિરમાં માત્ર વ્યક્તિગત રીતે જ દર્શન કરવા એટલે કે સામૂહિક પ્રાર્થના કે પઠન કરવાં જોઇએ નહી.
પાંસઠ (૬૫) વર્ષથી ઉપરની વ્યક્તિ, કોમોર્બીડ ડીસીઝ વાળા લોકો, સગર્ભા સ્ત્રીઓ કે શારીરિક રીતે સ્વસ્થ ન હોઇ તેવી વ્યક્તિઓ પોતાની જવાબદારી સમજી ધાર્મિક સ્થળૉ પર ના આવે તે ઇચ્છનીય છે.
તમામ ધાર્મિક સ્થળૉએ લોકોએ ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવી રાખવું જોઈએ.
ચહેરાને માસ્ક/માસ્ક કવરથી ફરજીયાત ઢાંકવો જોઇએ.
ધાર્મિક સ્થળોએ મુલાકાત દરમ્યાન હેંડ સેનીટાઇઝરથી હાથ સેનીટાઇઝ કરતા રહેવું જોઈએ.
ધાર્મિક સ્થળોએ થૂંકવા પર સખ્ત પ્રતિબંધ છે જેથી લોકોએ સ્વયં તકેદારી લેવી જોઇએ.
*ધાર્મિક/ઉપસના સ્થળ સંચાલક કે સંસ્થાએ કરવાની થતી અમલવારી*
ક્ન્ટેન્ટમેંટ ઝોનમાં આવેલા ધાર્મિક/ઉપાસનાના સ્થળો બંધ રાખવાના રહેશે.
ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વાર પર હાથની સ્વચ્છતા માટે સેનેટાઇઝર તથા થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવી જોઇએ.
ધાર્મિક/ઉપાસના સ્થળોએ COVID-19 વિશે નિવારક પગલા દર્શાવતા પોસ્ટરો/લખાણો યોગ્ય જગ્યાએ સ્પષ્ટપણે દેખાય તે રીતે લગાડવા જોઇએ તથા નિવારક પગલા અંગેની ઓડીયો/વિડીયો ક્લીપ ચલાવવાની જોઈએ
મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ અને બહાર નિકળવાનું આયોજન કરવાથી લોકોનો સંપર્ક અટકાવી શકાય
પ્રવેશ માટે કતારમાં હોય ત્યારે લોકો દરેક સમયે ઓછમાં ઓછું ૬ ફીટ નું અંતર જાળવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
દર્શનાર્થી/યાત્રાળુઓના જ્યાં જ્યાં સ્પર્શ થવાને કારણે સંક્રમણ થવાની શક્યતાઓ હોઇ જેમકે રેલીંગ, ઘંટ , દાનપેટી વિગેરે વારંવાર સેનીટાઇઝ કરવા જોઇએ અથવા શક્ય હોઇ ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
પરિસરની અંદર સ્વચ્છતા જળવાવી જોઇએ. ખાસ કરીને રસોડાઓ/લંગર/અન્ન દાનના સ્થળો અને ખાધ્ય પદાર્થોની તૈયારી અને વિતરણ વાળા સ્થળો વારંવાર સેનીટાઇઝ કરવા જોઇએ.
ચહેરાને ઢાંકીને/માસ્કનો ઉપયોગ કરીને આવનાર દર્શનાર્થીઓને જ પ્રવેશ આપવો જોઇએ.
પરિસરમાં જો કોઇ COVID-19 શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસવાળા વ્યક્તિઓ ધ્યાનમાં આવે તો તુરંત નજીકની તબીબી સુવિધા/ આરોગ્ય કેન્દ્ર ખાતે જાણ કરવી જોઈએ
આ ઉપરાંત તમામ ધાર્મિક ઉપાસના સ્થળોએ લોકો તથા ઉપાસના સ્થળોના સંચાલકો અને સંસ્થાઓ સરકારશ્રીની COVID-19 નું સંક્રમણ અટકાવવા માટે આપવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે જેનાથી આપને COVID-19 ના સંક્રમણને અટકાવી શકીએ.
રિપોર્ટ બાય વિપુલ બારડ