કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા તાલુકા ના ચોરીમાલા તેમજ આસપાસ ના આદિવાસીઓ તેમજ અન્ય વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ ના ઉમેદવાર અને પૂર્વ આઈ પી એસ તરીકે રાજીનામુ આપી ઉમેદવારી નોંધાવી
તેવા પી સી બરંડા ને જંગી બહુમતી થી જીત હાંસલ કરવા માટે ઉમેદવાર ના ધર્મપત્ની અને નિવૃત નાયબ કલેકટર તેમજ આદિવાસી મહિલાઓ રોજબરોજના ના અલગ અલગ ડુંગરાળ અને આતરિયાળ પહાડી વિસ્તારોમાં ડોર ટુ ડોર તેમજ ગામે ગામ મહિલાઓ અને યુવતીઓ ની બેઠકો કરી
ભાજપ ને આ ચૂંટણીમાં એક કમળ ભીલોડા વિધાનસભા પર થી યશસ્વી અને ગુજરાત ના પનોતા પુત્ર એવું દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં અર્પણ કરવા તનતોડ મહેનત કરતા નજરે પડી રહ્યા છે આ પરિવારના સભ્યો હવે જનસેવા એજ પ્રભુસેવા નો મંત્ર બનાવી રાજકારણમાં સત્તા મેળવી નિઃસ્વાર્થ ભાવે જનસેવા કરવા નું બીડું ઝડપી પ્રચારાર્થે જોડાયો છે