Politics

મેઘરજમાં ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતાએ ભાજપ ઉમેદવાર પી સી બરંડા ની ચૂંટણી સભા સંબોધી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હાલ વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી સભાઓ પણ ચાલી રહી છે. ત્યારે બીજા ચરણમાં યોજાનાર મતદાનની ભિલોડા બેઠકના મેઘરજ ખાતે ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન દ્વારા ભાજપ ઉમેદવાર પી.સી.બરંડા માટે ચૂંટણી સભા યોજાઈ હતી.

150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવશેઃ રવિ કિશન
મેઘરજ ખાતે 30 ભિલોડા વિધાનસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર પી.સી.બરંડાના ચૂંટણી પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના ગોરખપુર સાંસદ તેમજ ફિલ્મ અભિનેતાએ મેઘરજ ખાતે ચૂંટણી સભા યોજી હતી.

આ સભામાં તેઓએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો સાથે સત્તા પર આવશે. આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા મફતમાં લેવા વાળી નથી, મફતની વાતો ફોગટની છે. જો બધું મફત હોય તો આપના દિલ્હીના કાર્યાલયમાં પાર્ટીના જ કાર્યકરો ને કેમ માર્યા?

કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીને મોદી પ્રિય છે. આ વખતે રસ્તા પર યાત્રા કાઢી એટલે એમણે પણ આ દેશનો વિકાસ જોયો છે. એટલે ગુજરાતની આ ચૂંટણીમાં 2024ની મોદીની ચૂંટણી હોય એમ લોકો મતદાન કરશે અને 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *