bhavnagar

ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026 ભવ્ય સફળતા સાથે યોજાયો

ભાવનગર શહેરમાં સમાજસેવા, માનવતા, શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરવા “ભાવેણા ન્યૂઝ” દ્વારા આયોજિત “ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026” કાર્યક્રમ ભવ્યતા અને ગૌરવપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો.

તા. 23 મે 2026, શનિવારના રોજ હોટેલ નીલમબાગ પેલેસ, ભાવનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, સમાજસેવકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ (ભાવનગર સ્ટેટ), શ્રી મનીષ બંસલ સાહેબ (કલેક્ટરશ્રી), વાસુદેવસિંહ ગોહિલ (પ્રમુખશ્રી, ગોહિલવાડ રાજપૂત સમાજ), તૃપ્તિબા રાઓલ (કન્વીનર) તથા આર્યન ભગત (હનુમાનજી ઉપાસક) ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રેરણાદાયી સંબોધન દ્વારા સમાજ માટે કાર્યરત વ્યક્તિઓને બિરદાવી હતી.

તેમજ અતિથિ વિશેષ મહેમાન તરીકે કશીશ રાઠોડ (જાણીતા સિંગર/પ્લેબેક સિંગર), મેહુલભાઈ વડોદરિયા (પૂર્વ મેયરશ્રી), હેતસ્વી સોમાણી (વર્લ્ડ યોગ ચેમ્પિયન), નિશા ચાવડા (મિસિસ ઈન્ડિયા) અને ફિલ્મ અભિનેત્રી પ્રિયલ ભટ્ટ ઉપસ્થિત રહી કાર્યક્રમને વિશેષ ભવ્યતા અને ગૌરવ આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરનાર મહાનુભાવોને “ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓના યોગદાનને બિરદાવતા ઉપસ્થિત મહાનુભાવોએ સમાજ વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન શ્રી મહિપતસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, આગેવાનો, સમાજસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ ભાવનગર શહેર માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો અને સમાજમાં સકારાત્મક કાર્ય કરનાર લોકોને પ્રોત્સાહિત કરવાનો એક સફળ પ્રયાસ સાબિત થયો હતો.

– યાદગાર, ભવ્ય અને સફળ રહ્યો “ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026”.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *