ટ્રાન્સજેન્ડર મતદારો લોકશાહિના અવસરને મતદાન કરીને ઉત્સાહભેર ઉજવે તે માટે વહિવટી તંત્રનો નમ્ર પ્રયાસ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત વિધાનસભા સામન્ય ચૂંટણી ૨૦૨૨માં દરેક જાતિના મતદાર પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે વહિવટી તંત્ર દ્રારા અવનવા અથાગ પ્રયત્નો કરી સૌ મતદાન કરે અન્યને મતદાન કરાવે તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.લોકશાહિના અવસરને સૌ લોકો ઉત્સાહભેર ઉજવે તે માટે વહિવટી તંત્ર પુરજોશથી ચૂંટણીલક્ષી તૈયારીઓ કરી રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હિંમતનગર ખાતે ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચુંટણી અધિકારીશ્રી હિતેષ કોયા અને ક્લેક્ટરશ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા તેમજ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સાબરકાંઠાના સયુંક્ત પ્રયાસોના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત ટ્રાન્સજેન્ડર સમુદાયની ચુંટણીમાં સહભાગીતા વધે મતદાનથી વંચિત ન રહે તથા મતદાન પ્રક્રિયાથી સુમાહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં “ટ્રાન્સજેન્ડર” મતદારોને મતદાન પ્રક્રિયા અંગે સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર મતદારોએ આ વખતની યોજાનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા