ભાવનગરથી માત્ર 25 કિ.મી. ના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે.અત્યારે વસુંધરાએ લીલી ઓઢણી ઓઢી ધારણ કરેલું રૂપ મનને પ્રફુલ્લિત કરનારું અને આંખોને ટાઢક આપનારું છે.આ જગ્યાની વિશેષતા એ છે કે આપનું વાહન આ ટેકરીઓની ઉંચામાં ઉંચી જે ટોચ છે ત્યાં સુધી જઈ શકે છે.અને એટલે જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે આ સ્થળ પર્યટન માટેનું મનપસંદ સ્થળ બન્યું છે.ટેકરીઓની ઉપર પ્રકૃતિની સાથે સાથે માં ખોડિયારના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.ગગનચુંબી ઊંચાઈને કારણે આ સ્થળેથી તળાજા તથા પાલિતાણાનો ડુંગર તથા પડવા પાવર પ્લાન્ટ સહિત અલંગના ખાડાઓ પણ જોઇ શકાય છે.
રિપોર્ટ બાય હેમરાજસિંહ વાળા















