
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભિલોડા વિધાનસભા ભાજપના ઉમેદવાર પી સી બરંડા એ મેઘરજ તાલુકાના ઈસરી ગામે આવેલા મંદિરમાં દર્શન કરી

મેઘરજ ના લાલોડિયા ગામ તેમજ છેવાડે આવેલા કૃષ્ણાપુર ગામમાં રામગઢી પીસાલ ખડીવાવ સહિતના વિસ્તારોમાં પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, અરવલ્લી ભાજપના મહામંત્રી ભીખાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ટી વી વણજારાએ પ્રચાર માટે જોડાયા હતા ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં જનતા નો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો
પી સી બરંડા એ જંગી બહુમતી મળવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

















