મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના જુનામાલકનેસ ગામમાં તાજેતરમાં શરૂ થયેલ બ્લોક પેવિંગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય જેની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પત્રકાર એવા હસમુખભાઈ શિયાળ દ્વારા તપાસ કરવા ગયેલા જેની ઉપર હુમલો કરવાની કોશિશ થયેલ જે સરપંચના પુત્ર શૈલેષભાઈ ચોથાભાઈ જાદવે ખોટી રીતે માથુ દિવાલમાં ભટકાવી લોહી કાઢી ૧૦૮ બોલાવી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં દાખલ થઈ અને તેમને હસમુખભાઈ શિયાળ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી હતી તે દરમિયાન સરપંચ શ્રી ચોથાભાઈ ખીમાભાઈ જાદવ નો મોટો પુત્ર દિનેશ ચોથાભાઈ જાદવ એ તારીખ 12/7/2020 ના રોજ રાત્રીના 10:33, 10:34, 10:39 સમય દરમ્યાન ત્રણ વાર કોલ કરી બિભસ્ત ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપેલ તે અન્વયે આજરોજ તારીખ 21/7/2020 ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શિયાળ ઉપસરપંચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી સરવૈયા સાહેબ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટ બાય મુકેશ વાઘેલા