Latest

જામનગરમાં પઠાણ ફિલ્મ નો વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ, સિનેમાઘરોને ફિલ્મ ન લગાડવા અપાઈ ચીમકી

જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ લાગ્યા હતા.

આ ઉપરાંત પઠાણ પિક્ચરના પોસ્ટરોને સળગાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મેહુલ સિનેમેક્સ સહિતના સિનેમા ઘરોમાં જઈને સનાતન હિંદુ ધર્મના ભગવા વસ્ત્રો સાથે અપમાનજનક સ્થિતિમાં આવી રહેલા આ પિક્ચરને સિનેમા ઘરોમાં નહીં દેખાડવા ચીમકી આપવામાં આવી છે. સાથે સાથે આ પઠાણ ફિલ્મને જામનગરના સિનેમા ઘરોમાં દેખાડવામાં આવશે તો ઉગ્ર આક્રમક રીતે વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પઠાણ ફિલ્મના વિરોધ પ્રદર્શનમાં જામનગર ના બજરંગ દળ શહેર સંયોજક હિરેનભાઈ ગંઢા, શહેર સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના અર્જુનભાઈ ભદ્રા, મિલન કેન્દ્રના પ્રમુખ હિમાંશુભાઈ ગોસાઈ, પ્રખંડ સંયોજકો અભિજીતભાઈ તિવારી, ધવલભાઈ ગોરી સહિતના અગ્રણી કાર્યકરો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *