Education

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

પાટણ, અનિલ રામાનુજ એબીએનએસ, પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ ધોરણ-12 CBSE બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી સમગ્ર વઢીયાર પંથકનું નામ રોશન કર્યું છે. દાઉદપુર ગામના વતની અને હાલ પાટણ ખાતે નિવાસ કરતા સચિનકુમાર રસિકલાલ વોરાની દીકરી ક્રીશી સચિનકુમાર વોરાએ 97.80 ટકા સાથે જિલ્લાભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર, સમાજ તેમજ શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી પ્રસરી દીધી છે.

ક્રીશી વોરા પાટણ સ્થિત ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બાળપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ અને સતત મહેનતના કારણે તેણીએ દરેક ધોરણમાં ઉત્તમ પરિણામો મેળવ્યા હતા. ધોરણ-12ની મહત્વપૂર્ણ પરીક્ષામાં પણ ક્રીશીએ પોતાની પ્રતિભા સાબિત કરી જિલ્લામાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ક્રીશીના દાદા રસિકલાલ વોરા વઢીયાર પંથકમાં આગવી ઓળખ ધરાવે છે. પરિવાર દ્વારા દીકરીના શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતા સચિનકુમાર વોરા પરિવાર સાથે પાટણ સ્થાયી થયા હતા, જેથી દીકરીને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે. માતા-પિતાના માર્ગદર્શન, શિક્ષકોના સહકાર અને પોતાની અવિરત મહેનતના બળે ક્રીશીએ આ સિદ્ધિ હાંસિલ કરી છે.

ક્રીશીની આ ભવ્ય સફળતા બાદ દાઉદપુર ગામ, વઢીયાર પંથક તેમજ સમસ્ત વોરા સમાજમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પરિવારજનો, સગા-સંબંધીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનો દ્વારા ક્રીશીને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરી ભવિષ્યમાં ઊંચું સ્થાન હાંસિલ કરે તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *