ભિલોડા જાયન્ટસ ફાઉન્ડેશન ધ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ સંતુહિરા માર્કેટ,મેઈન બજારમાં યોજાયો
આંખોના રોગોનું નિદાન,સન્માન સમારોહ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ,શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ,મેઘરજ સહિત જાયન્ટસ ફાઉન્ડેશન,ભિલોડાના સેવાભાવી કાર્યકરો ધ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ સંપન્ન થયેલ છે.
ભિલોડા જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન પરીવારના સેવાભાવી કાર્યકરો ધ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં આશરે ૧૧૧૧ દર્દીઓએ લાભ લીધો હતો. દિપ પ્રાગટ્ય અને આનંદ અને ઉત્સાહભેર અતિથિ વિશેષ મુખ્ય મહેમાનો નો સન્માન સમારોહ યોજાયો હતો.
દિપ પ્રાગટ્ય / મુખ્ય મહેમાનો / અતિથિ વિશેષ મહેમાનો પી.સી.બરંડા,ધારાસભ્ય,નિલેશભાઈ જોષી,જીવદયા પ્રેમી,વા.ચેરમેન જાયન્ટસ ફાઉન્ડેશન,જીત હરેશભાઈ ત્રિવેદી,પ્રમુખ જાયન્ટસ ફાઉન્ડેશન,ભિલોડા,અરવલ્લી જીલ્લા પંચાયત,સદસ્ય નીલાબેન મડીયા,
રસીકાબેન ખરાડી,ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ તરલીકાબેન તબિયાર, ભાજપના વરિષ્ઠ આગેવાનો પ્રભુદાસભાઈ પટેલ,હિતેન્દ્રસિંહ સિસોદિયા,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,કાંતિલાલ પટેલ,રાજેશભાઈ નિનામા, મનોજભાઈ પટેલ,જીતુભાઈ ભાટીયા,મુકેશભાઈ મહેતા, યોગેશભાઈ બુદ્ધ,જીગરભાઈ ત્રિવેદી,મગનલાલ ઠાકોર,બકાભાઈ ઠાકોર,સાવનભાઈ ખાંટ,રવિન્દ્રભાઈ ઠાકોર,રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ,મુકેશભાઈ પંચાલ,અમૃતભાઈ નિનામા,નટુભાઈ ગામેતી,ચેતનસિંહ કચ્છાવા,તોલારામ મેઘાણી,હર્ષદભાઈ સોની,દેવુભાઈ મેધાણી સહિત રાજકીય,સામાજીક આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો સહિત દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભિલોડાના હાર્દસમા મેઈન બજારમાં સંતુહિરા માર્કેટના બેઠક ખંડમાં જાયન્ટસ પરીવાર ધ્વારા નેત્ર નિદાન કેમ્પમાં આંખોના રોગોના દર્દીઓએ નિષ્ણાંત ડોક્ટરો પાસે નિદાન કરાવ્યું હતું.આંખોના નંબર ધરાવતા હજ્જારો વ્યક્તિઓને રાહત દરે દુર અને નજીકના નંબર વાળા ચશ્માનું વિતરણ કર્યું હતું.
જરૂરિયાતમંદ દર્દીઓ આશરે ૨૦૦ દર્દીઓના મોતિયાના ઓપરેશન ટાંકા વગર નિ:શુલ્ક થશે તેમ જણાવ્યું હતું.નેત્ર નિદાન કેમ્પમાં હજ્જારો દર્દીઓને નિ:શુલ્ક દવાઓ,દવા ના ટીપાની બોટલો આપી અને બી.પી પણ ડોકટરોએ ચેક કર્યું હતું.
ભિલોડા જાયન્ટસ પરીવારના સેવાભાવી કાર્યકરો કાન્તિભાઈ પટેલ,કલ્પેશભાઈ ચૌહાણ,જશુભાઈ પંડયા,નરેન્દ્રભાઈ ભાટીયા, સંજયભાઈ પંચાલ,રાકેશભાઈ ઓડ સહિત તમામ સભ્યોએ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાન્તિલાલ એસ. પટેલ (માંધરી) વાળાએ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ,ગરીબ અને નિરાધાર દર્દીઓએ આંખોના રોગોનું નિ:શુલ્ક ડોક્ટરો પાસે નિદાન કરાવી આશીર્વાદનો ધોધ વરસાવ્યો હતો.